Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

પૈસાની લેતીદેતીમાં બોલેરો લખાવી લેતાં રાજેશ મકવાણાએ ઝેર પીધું

મોરબી રોડ મહાત્મા ગાંધી પ્લોટનો યુવાન હોસ્પિટલના બિછાનેઃ બે શખ્સો વિરૂધ્ધ આક્ષેપો કર્યા

રાજકોટ તા. ૨૦: મોરબી રોડ પર મહાત્મા ગાંધી પ્લોટમાં રહેતાં રાજેશભાઇ બચુભાઇ મકવાણા (ઉ.૨૬) નામના વણકર યુવાને સાંજે વેલનાથપરા અન્ડરબ્રીજ નીચે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

ઝેર પી લેનાર રાજેશભાઇ બે ભાઇ અને પાંચ બહેનમાં નાનો છે અને પરિણીત છે. તેને સંતાનમાં એક પુત્ર છે. પોતે છુટક જુના ટાયરનું વેંચાણ કરી ગુજરાન ચલાવે છે. રાજેશભાઇએ જણાવ્યું હતું કે તેણે અગાઉ સુનિલ અને સંજય નામના લોકો પાસેથી અઢી લાખ અને એક લાખ રૂપિયા લીધા હતાં. આ રૂપિયાની લેતીદેતી મામલે તેની બોલેરોનું આ બંનેએ લખાણ કરાવી લઇ ગાડી લઇ જતાં પોતે ટેન્શનમાં આવી જતાં આ પગલું ભર્યુ હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(1:16 pm IST)