Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

૧લી ઓકટોબરથી ઈ-સ્ટેમ્પીંગ : રાજકોટ શહેર - જીલ્લાની ૪૦૦ બેન્ક બ્રાંચોમાં સ્ટેમ્પીંગ થશે

રાજકોટ નાગરીક બેન્ક - જીલ્લા બેન્ક તેની તમામ બ્રાન્ચોમાં મશીન રાખશે : બેન્કો સાથે મીટીંગ યોજના એડી. કલેકટર : તમામ માર્ગદર્શન અપાયુ

રાજકોટ, તા. ૨૦ : રાજય સરકારે દસ્તાવેજો વગેરે માટે ૧લી ઓકટોબરથી ઈ-સ્ટેમ્પીંગ ફરજીયાત બનાવ્યુ છે અને તે સામે ઉહાપોહ પણ ઉઠ્યો છે, તો સામે રાજય સરકારે દરેક કલાકારોને વ્યવસ્થા કરવા સુચના આપી છે.

ગઈકાલે સાંજે કલેકટરે પત્રકારોને નિર્દેશ કર્યા બાદ, એડી.કલેકટર શ્રી પરિમલ પંડ્યા તથા સીટી પ્રાંત - ૨ શ્રી જેગોડા લીડ બેન્ક મેનેજર સહિત તમામ બેન્કરો સાથે મીટીંગ યોજી હતી.

જેમાં ફળીભૂત થયા મુજબ હાલ રાજકોટની ૧૬ સરકારી બેન્કોમાં ઈ-સ્ટેમ્પીંગ થાય છે. બીજી ૧૬ બેન્કો ચાલુ કરશે. તે ઉપરાંત રાજકોટ નાગરીક સહકારી બેન્ક અને જીલ્લા સહકારી બેન્ક તેની હેડઓફીસ ઉપરાંત તમામ બ્રાંચોમાં ઈ-સ્ટેમ્પીંગ - ફેન્કીંગ કરશે. આમ શહેર - જીલ્લાની ૪૦૦ બેન્ક બ્રાંચોમાં સ્ટેમ્પીંગ થનાર હોય લોકોને કોઈ મુશ્કેલી નહિં પડે તેમ સૂત્રોએ ઉમેર્યુ હતું.

(1:14 pm IST)