Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

બંગાળના ઉપસાગરમાં લો પ્રેસર, ગુજરાતમાં વરસાદનું આશાકિરણ

બારીશ હો હી જાતી હૈ, કભી બાદલો સે, તો કભી આંખો સે...

રાજકોટ તા. ર૦ :.. બંગાળના ઉપસાગરમાં લો પ્રેસર સર્જાયાના આધારભૂત  વાવડ મળતા ગુજરાતમાં વરસાદ થવાની આશા જાગી છે. છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા ચિંતામાં મુકાયેલી સરકારને આ આશાસ્પદ વર્તારો મળ્યો છે.

બંગાળના ઉપસાગરમાં લો પ્રેસર સર્જાય તો ગુજરાતના કેટલાક ભાગોમાં અથવા મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના રહે છે. લો પ્રેસર ધારણા મુજબ આગળ વધે તો ગુજરાતને મેઘ મહેરનો ચાર-પાંચ દિવસમાં લાભ મળી શકે છે. ચોમાસાની વિદાય ટાણે વરસાદની શકયતા ડોકાતા નવી આશા જાગી છે. (પ-૩૪)

(4:02 pm IST)