Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘ અને શેલ્બી હોસ્પિટલ દ્વારા

રવિવારે હાડકા, કેન્સરના રોગો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ : ખ્યાતનામ તબીબોની સેવા

રાજકોટ, તા. ૨૦ : સમસ્ત રાજકોટ સ્થા. જૈન સંઘના સહયોગ, ગુજરાત રત્ન પૂ. ગુરૃદેવ શ્રી સુશાંતમુનિ મહારાજ તેમજ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજના આર્શીવાદ તથા પ્રેરણાથી શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ દ્વારા આયોજીત મલ્ટીસ્પેશ્યાલીટી મેડીકલ નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન શેલ્બી હોસ્પિટલના તબીબોના સહયોગથી કરાયું છે.

આ કેમ્પમાં ડો. વિક્રમ શાહ, ડો.ભરત ગજ્જર, ડો.આશિષ શેઠ, ડો. ભાવેશ પારેખ (કેન્સરના રોગો), ડો.દિગ્વિજય બેદી (મેદસ્વીના રોગો) અને ડો. અંકુર પટેલ (જનરલ સર્જન) સેવા આપશે.

કેમ્પ તા.૨૩ને રવિવાર સ્થળઃ શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ સવારે ૧૦ થ ૨ સુધી શેલ્બીના પ્રતિનિધિ આદિત્યભાઈ દીવેચા, તેમજ જૈન પ્રોગ્રેસીવ ગ્રુપના જગદીશભાઈ ગોસલીયા, રમેશભાઈ શેઠ, તનસુખભાઈ સંઘવી, જગદીશભાઈ શેઠ, વિજયભાઈ આશરા, કેતનભાઈ કોઠારી, પ્રતિકભાઈ મોદી, દિનેશભાઈ ટીંબડીયા, ગીરીશભાઈ ભીમાણી, ચેતનભાઈ વખારીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૨૧)

 

(3:59 pm IST)
  • શીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST

  • ખંભાળિયાના સલાયા ફાટક નજીક અજાણ્યા વૃદ્ધ પુરુષની લાશ મળી :પોલીસ ઘટના સ્થળે પહોંચી: લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ:અજાણ્યા વૃદ્ધ પુરુષનું ભૂખના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ access_time 10:53 pm IST

  • ગૃહનું સત્ર પૂર્ણ થતા જ ખેડૂતોને સરકાર પાસે રાહતની આશા સરકાર ટેકાના ભાવની ખરીદી કે ખેડૂતોના દેવા મુદ્દે જાહેરાત કરે તેના પર નજર access_time 3:19 pm IST