Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પટેલ ઇશ્વર બેચર આંગડીયા પેઢીના કેસમાં એજન્ટે જામીન અરજી પાછી ખેંચી

આરોપી વિરૂધ્ધ ૧.૧૮ કરોડની ઉચાપતનો ગુનો નોંધાયેલ

રાજકોટ તા. ર૦ :.. પટેલ ઇશ્વર બેચર આંગડીયા પેઢીની કરોડોની ઉચાપતમાં એજન્ટે જામીન અરજી હાઇકોર્ટમાં પરત ખેંચી લીધી હતી.

ગત તા. ૧૮-૯-ર૦૧૮ ના રોજ પટેલ ઇશ્વર બેચર આંગડીયા પેઢીના એજન્ટ ના ૧.૧૮ કરોડની ઉચાપત પ્રકરણમાં હાઇકોર્ટના જસ્ટીસ શ્રી એ. જે. દેશાઇની કોર્ટમાંથી ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી આરોપીએ કરી હતી.

આ બનાવની ટૂંક હકિકત એવી છે કે વર્ષ ર૦૧૬ માં પટેલ ઇશ્વર બેચર આંગડીયા પેઢીની સોની બજાર ખાતેની બ્રાન્ચ સંભાળતા એજન્ટ હરેશભાઇ દવેએ પેઢીની પુરાંત માંથી રૂ. ૧.૧૮ કરોડની ઉચાપત કરેલ હોવાનું સંચાલકોના ધ્યાને આવતા એજન્ટ વિરૂધ્ધ પેઢીનાં સંચાલકે રૂપિયા ૧.૧૮ કરોડ (એક કરોડ અઢાર લાખ પુરા) ની ઉચાપત કર્યા અંગે રાજકોટ શહેરના ડી. સી. બી. પોલીસ સ્ટેશનમાં આઇ. પી. સી.ની કલમ ૪૦૯, પ૦૪ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

આરોપી એ અટક બાદ પોતાના વકીલ શ્રી મારફત રેગ્યુલર જામીન અરજી કરતા નામંજૂર કરવામાં આવેલ હતી અને હાલ પોલીસ દ્વારા ચાર્જસીટ ફાઇલ  થતા ફરીવાર આરોપીએતેના વકીલ શ્રી મારફત રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટમાં કરેલ હતી જે નામંજુર કરવામાં આવેલ ત્યારબાદ આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી કરતાં આરોપીના વકીલ શ્રીએ જામીન આપવા સામે સખ્ત વાંધાઓ ઉઠાવેલ હતા જે ગુજરાત હાઇકોર્ટે ગ્રાહય રાખતા આરોપીએ જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડેલ હતી.

જામીનની સુનાવણી દરમ્યાન ફરીયાદી પટેલ ઇશ્વર બેચર આંગડીયા પેઢીના વકીલ સંજય એચ. પંડીત તેમજ ખીલનભાઇ ચાંદરાણીએ રજૂ રાખેલ વાંધાઓ તેમજ સરકારી વકીલશ્રીની રજૂઆતોને ગ્રાહય રાખેલ જેને કારણે ચાર્જસીટ બાદ પણ ગુજરાત હાઇકોર્ટમાંથી આરોપીએ જામીન અરજી પરત ખેંચવાની ફરજ પડેલ હતી.

આ કામે મુળ ફરીયાદી વતી એડવોકેટ સંજય એચ. પંડીત તેમજ ખીલનભાઇ ચાંદરાણી રોકાયેલ હતાં.

(3:59 pm IST)