Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

મોરબી રોડ અને બેડી રીવર વિસ્તારોમાં ડ્રેનેજનો પ્રશ્ન ઉકેલાશે

આજની સ્ટેન્ડિગ કમિટિ બેઠકમાં કામ મંજુરઃ ડે.મેયર અશ્વિન મોલીયા અને વોર્ડ નં.૪ના કોર્પોરેટર પરેશ પીપળીયાની સફળ રજૂઆત

રાજકોટ, તા.૨૦: મહાનગરપાલિકાની આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગમાં વોર્ડ નં.૦૪માં રાજકોટ ઓન મોરબી રોડ અને બેડી રીવર વચ્ચેના વિસ્તારોમાં ડ્રેનેજની કામગીરી મંજુર કરવામાં આવેલ છે. ડે. મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા એ જણાવ્યુ હતુ.

વોર્ડ નં.૦૪ના જાગૃત કોર્પોરેટરશ્રીઓ દ્વારા લોકોની સુવિધા લક્ષમાં લઇ જુદા જુદા લોકઉપયોગી કામો કરાવવામાં આવે છે. તેવા જ એક ભાગ રૃપે વોર્ડ નં.૪માં પોવાઈડીંગ, લોઅરીંગ, લેવિંગ, જોઈન્ટીંગ એન્ડ ટેસ્ટીંગ ઓફ કલેકટીવ સિસ્ટમ અન્ડર ફેઇઝ-૨, પાર્ટ-૨, વર્ક ઓફ અન્ડર ગ્રાઉન્ડ સીવેટેજ પ્રોજેકટ ઓફ રાજકોટ ઓન મોરબી રોડ અને બેડી રીવર વચ્ચેના વિસ્તારમાં નકલંક પાર્ક, સાઈરામ પાર્ક, ગોપાલ પાર્ક, વેલનાથપરા વિગેરે સોસાયટીઓ (શિવપરા, ઉજ્જવલ હાઉસીંગ કોલોની, અભિરામ પાર્ક) ઝોન-ડી-૪ અંતર્ગત ઉકત ડ્રેનેજ કામો રૃ.૪૫,૪૬,૩૬૦/-ના ખર્ચે કરવામાં આવશે.

તેમજ વોર્ડ નં.૦૪ના વિસ્તારવાસીઓને ડ્રેનેજની સુવિધા મળી રહેશે તેમ વધુમાં ડે. મેયર તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, માર્કેટ સમિતિ ચેરમેન તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયાએ જણાવેલ છે.(૨૩.૯)

(3:59 pm IST)