Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

જીલ્લા રજીસ્ટ્રાર ડીસ્ટ્રીકટ બેંક વિગેરે સામેની રીટમાં હાઇકોર્ટે દ્વારા નોટીસ

અનિડા-વાછરા સહકારી મંડળીના વહીવટદારની મનમાની સંદર્ભે

રાજકોટ તા. ર૦: અત્રે કોટડા સાંગાણી તાલુકાના ગામ અનિડાવાછરા, નોંધણચોરા,  અનિડા વાછરા જુથ સેવા સહકારી મંડળી લી.ના વહીવટદાર, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંક લી.ના અધિકારીને સમય મર્યાદા પુર્ણ થયેલ આમ છતાં ચુંટણીની નવી કમીટીની રચના ન કરવા બદલ તેઓ સામે અમરસંગ બનેસંગ ડાભી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. સી.એ. દાખલ કરવામાં આવતા સહકારી આલમમાં ફફડાટ મચી ગયેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, સને ર૦૧પમાં અનિડા વાછરા જુથ સેવા સહકારી મંડળીમાં ઉચાપત થયેલ જે અન્વયે રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક દ્વારા જીલ્લા રજીસ્ટ્રારમાં રીપોર્ટ કરેલ અને જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા કલમ-૮૧ મુજબની પ્રોસેસ કરી કમીટીને દુર કરી અને રાજકોટ ડીસ્ટ્રીકટ બેંક લી. ના મેનેજર અનીડા વાછરા શાખાના વહીવટદારની નિમણુંક કરવામાં આવેલ છે અને ત્યારબાદ છ માસ એમ કુલ ચાર વખત એકસટેન્૯ કરી અને કુલ બે વર્ષ માટે કામગીરી સોંપવામાં આવેલ જે સમય મર્યાદા તા. રર/૬/ર૦૧૮ ના રોજ પુર્ણ થઇ ગયેલ  છે. જેથી નોંધણચોરા અને અનિડા વાછરા ગામના લોકો તેમજ જાગૃત સભાસદ દ્વારા આ સમય દરમ્યાન સહકાર ખાતાના જીલ્લા રજીસ્ટ્રારને વારંવાર ચુંટણી કરવા સબંધે રજુઆત કરવામાં આવેલ  પરંતુ આવી સક્ષમ ઓથોરેટી દ્વારા સભાસદ રજુઆતો ધ્યાને લેવામાં આવેલ નથી અને માત્ર બેંકની ફેવર કરતા હોય તેવા નિર્ણય કાયદાથી વિરૂધ્ધ કરવામાં આવતા અને રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક લી. અને વહીવટદાર દ્વારા કલમ-૧૬૧ ની દરખાસ્ત રાજય રજીસ્ટ્રાર મુદત વધારા માટે કરેલ તે દરખાસ્ત વહીવટદારના સમય પૂર્ણ થઇ ગયા બાદ કરેલ.

આ દરખાસ્ત અન્વયે રાજય સરકાર દ્વારા કોઇ વહીવટદારની મુદતમાં વધારો ન કરેલ હોવા છતા આ મંડળીમાં પોતાની મનમાની કરતા હોય અને જેથી આવી મનમાનીઓ અને ખેડુતોને સભાસદ પોતાના અધિકારને વંચિત રાખવા માટે પ્રયાસ કાયમી માટે, રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક તેમજ વહીવટદાર તેમજ સહકાર ખાતાના જવાબદાર અધિકારી પાસેથી ન્યાય ન મળેલ કારણ કે રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી. ના ચેરમેન રૂલીંગ પાર્ટીના કેબીનેટ મીનીસ્ટર છે તેઓએ પણ પોતાની સતાનો દુરૂઉપયોગ કરી આ મંડળીનો વહીવટ પોતાની ઇચ્છ મુજબ કરવા માંગતા હોય તેવો પ્રયાસ કરી રહ્યા છે જેથી અનિડા વાછરા જુથ સેવા સહકારી સભાસદ અમરસંગ બનેસંગ ડાભીએ આ ઓથોરીટીની મનમાનીથી નારાજ થઇ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરેલ અને તેઓની યોગ્ય રજુઆત સાંભળીને હાઇકોર્ટ દ્વારા આ તમામ ઓથોરીટી તેમજ બેંક અને વહિવટદાર સામે તાત્કાલીક નોટીસ ઇશ્યુ કરતા સહકારી આલમમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

હાઇકોર્ટમાં થયેલ રીટમાં સામાવાળા પક્ષકાર તરીકે રાજય રજીસ્ટ્રાર સચિવ જીલ્લા રજીસ્ટ્રાર, ડીસ્ટ્રીકટ બેંક રાજકોટ, તથા અનિડા વાછરા જથ સેવા સહકારી મંડળીના વહીવટદારને પક્ષકાર તરીકે જોડવામાં આવેલ છે. આ કામમાં અરજદાર વતી હાઇકોર્ટમાં એડવોકેટ સંદિપભાઇ લિંબાણી, કરણસિંહ ડાભી, પ્રતિક રાજયગુરૂ, પાર્થ પીઠડીયા, સાગર સંજયગુરૂ રોકાયેલ છે.

(3:58 pm IST)