Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ત્રિકોણબાગ ખાતે સાંજે સાક્ષાત ગજરાજો પૂષ્પવૃષ્ટી કરશે

રાજકોટ : 'ત્રિકોણબાગ કા રાજા' સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દરરોજ ધર્મમય મેળાવી માહોલ જામી રહ્યો છે. ગઇકાલે મહાઆરતીમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ ભાજપ કાર્યાલયના હરેશભાઇ જોષી, આર.કે. યુનિ.ના ખોડીદાસભાઇ પટેલ, એલ.આઇ.સી. સીનીયર ડીવીઝનના જી.પી.અગ્રવાલ, જે.સી. મહેતા, કે. ડી. બારાઇ, શીવસેનાના ખોડુભાઇ ગોહીલ, સુરેશભાઇ કદ્રપ, ભાજપ અગ્રણી સુરેન્દ્રભાઇ વાળા, દિવ્યેનભાઇ રાયઠ્ઠઠા, પ્રિન્સેસ સ્કુલના રવિભાઇ ભટ્ટ, લલિતભાઇ પટેલ પરિવાર, વિરલ ગ્રુપના અશ્વિનભાઇ પટેલ, કોંગ્રેસ અગ્રણી એડવોકેટ અશોકસિંહ વાઘેલા, કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, કોંગ્રેસ અગ્રણી કેતનભાઇ ઢોલરીયા, મહાદેવભાઇ બોરીચા, શહેર યુથ કોંગ્રેસના પ્રમુખ જયપાલસિંહ, શહેર કોંગ્રેસના મહેશ રાજપૂત, જીનીયસ સ્કુલના બીજલ મેડમ વગેરેએ ઉપસ્થિત રહી ગણેશ વંદના કરી હતી. વ્યસન મુકિત અભિયાન અંતર્ગત પ્રરક પ્રવચન અપાયુ હતુ. રાત્રે લોકડયારાએ મોડે સુધી જમાવટ કરી હતી. દરમિયાન આજે ગુરૃવારે વિશેષ કાર્યક્રમના ભાગરૃપે સાંજે ૭.૩૦ વાગ્યે સાક્ષાત ગજરાજ (હાથી) દ્વારા દાદાની સન્મુખ પૂષ્પ વૃષ્ટી કરવામાં આવશે. બાદમાં રાત્રે શ્રીનાથજીની ઝાંખીનો ભકિત સંગીતનો કાર્યક્રમ રાખેલ છે. જયારે આવતીકાલે મહાઓમકાર અખાડાની આરતી રજુ થશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જીમ્મી અડવાણીની રાહબરી હેઠળ ચંદુભાઇ પાટડીયા, પ્રભાત બાલાસરા, ભરત રેલવાણી, કમલેશ સંતુમલાણી, અર્જુન બાવળીયા, કુમારપાલ ભટ્ટી, અભિષેક કણસાગરા, નિલેષ ચૌહાણ, વિમલ નૈયા, હિતેષ ધોળકીયા, નાગજી બાંભવા, બીપીન મકવાણા, ભાવિન અધ્યારૃ, કશ્યપ પંડયા, જયપાલસિંહ જાડેજા, દીલીપ ગાંધી, સન્ની કોટેચા, અમિત ભુવા, કાનાભાઇ સાનીયા, પ્રકાશ ઝીંઝુવાડીયા, કિશન સિધ્ધપુરા વગેરે સેવા આપી રહ્યા છે. (૧૬.૩)

 

(3:55 pm IST)
  • એક સાથે બે સિસ્ટમ્સ સક્રિય : આવતીકાલથી પંજાબ સહિત ૫ રાજયોમાં વરસાદી તાંડવની શકયતા: બંગાળના અખાત મધ્યે ડીપ ડીપ્રેશન બન્યુ છે : પશ્ચિમી હિમાલય ઉપર પણ મોટી હલચલ હવામાનને અસર કરશે : પંજાબ - દિલ્હી - હરિયાણા - ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડશે : ૧૫ દિવસ ચોમાસુ : છવાયેલુ રહેશે : આવતીકાલે ૨૧ થી ૨૪ વચ્ચે પંજાબ - હરિયાણાના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે : કેટલેક સ્થળે ભારે વર્ષા access_time 3:20 pm IST

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીનુ પોરબંદરમા આગમન:ખારવા સમાજ દ્વારા આયોજીત રામદેવજી મહાપ્રભજીના પ્રાગટ્ય મહોત્સવમા ઉપસ્થિત:કાર્યક્રમમાં જનસભાને પણ સંબોધશે મુખ્યપ્રધાન, માછીમારો માટે 11 કરોડના કામોનું કરશે ખાતમહુર્ત access_time 10:53 pm IST

  • કરાઈ પાસે સાબરમતી નદીમાં અમદાવાદના 10 યુવકો ડૂબ્યા : ગાંધીનગર નજીક કરાઈ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન વેળાએ અમદાવાદના ચાંદલોડીયા વિસ્તારના 10 યુવકો ડૂબ્યા : ફાયર બ્રિગેડ દ્વારા 7 યુવકોને બચાવી લેવાયા: બાકીના 3 યુવકોની શોધખોળ શરૂ કરાતા 1 યુવકની લાશ મળી: હજુ પણ 2 યુવકોની શોધખોળ ચાલુ access_time 1:02 am IST