Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

શાપર-વેરાવળમાં કતલખાને લઇ જવાતા બે બળદ અને એક વાછરડાનો જીવ બચાવતી પોલીસ

શાપર વેરાવળ પોલીસે છોટાહાથી, ત્રણ લાકડાના પાટડા, વજનકાંટો, નાનામોટા વજનીયા, બે કુવાડા, ચાર કોયતા અને દસ હુક કબ્જે : ચાલક સહિત ત્રણની શોધ

રાજકોટ તા. ર૦ : શાપરવેરાવળમાં છોટાહાથીમાં ક્રુરતા પુર્વક બાંધી કતલખાને લઇ જવાતા બે બળદ અને એક વાછરડાનો શાપર વેરાવળ પોલીસે જીવ બચાવી છોટાહાથી ચાલક સહિત ત્રણ શખ્સોની શોધખોળ આદરી હતી.

મળતી વિગત મુજબ શાપર વેરાવળ પોલીસ મથકના એએસઆઇ એન.બી.રાઠોડ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે શાપરમાં અરમાન ટાઇગર મટન સેન્ટર નામના મકાન પાસેથી જીજે૧સીએકસ ૯ર૪૧ નંબરના છોટાહાથીમાં ક્રુરતા પૂર્વક બાંધેલા બે બળદ અને એક વાછરડાને છોડાવી જીવ બચાવ્યો હતો. જોકે, છોટાહાથી ચાલક અને બે અજાણ્યા શખ્સો નાસી જતા ત્રણેયથી શોધખોળ આદરી છ.ે

આ અંગે પોલીસે ગૌરક્ષક કાંગશીયાળી ગામના મુકેશભાઇ રાણાભાઇ રાદડીયા (ઉ.ર૮) ની ફરીયાદ પરથી છોટાહાથી ચાલક સહીત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છ.ે(૬.૧૨)

(3:10 pm IST)
  • મહિસાગર જિલ્લામાં સંતરામપુર - વીરપુર તા.માં સ્વાઈન ફલુના ૬ પોઝીટીવ કેસમાંથી ૩ના મોત : જીલ્લાના વીરપુરની મામલતદાર કચેરીના ૩ કર્મચારીને એક સાથે સ્વાઈન ફલુ થયેલ : બે કર્મચારીના મોત : ગુજરાતભરમાં ચારેકોર ડેન્ગ્યુ, વાયરલ અને સ્વાઈન ફલુ સહિતના રોગોનો ભરડો access_time 3:05 pm IST

  • સુરેન્દ્રનગર:માલવણ વિરમગામ હાઈવે પર અકસમાત :કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતઓને ગંભીર ઇજા:ઇજાગ્રસ્તોને અમદાવાદ સારવાર માટે ખસેડાયા access_time 10:51 pm IST

  • રાજકોટ સિવિલ હોસ્પિટલના ૧૪૬ ડોકટરોની અચાનક બદલી થતાં ભારે કચવાટ : ભયાનક રોગચાળો મોઢું ફાડીને ઉભો છે ત્યારે ફેંકાફેંકી થતા ભારે ઉહાપોહ access_time 1:37 pm IST