Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

ગણપતિ બાપા મોરીયા,

બાપા કહે છે કે ટ્રાફીકના નિયમ કેમ તોડયાઃ રાજકોટઃ ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોમાં જાગૃતી લાવવા સાથે અન્ય લોકોમાં પણ ટ્રાફીક સેન્સ કેળવાય તે માટે ગઇકાલે અકિલા ચોક (જીલ્લા પંચાયત નજીક) ગણપતિ બાપાના માધ્યમથી ટ્રાફીક નિયમનો ભંગ કરનાર લોકોને લાડુ ખવડાવી ભવિષ્યમાં આવુ કૃત્ય ન કરવાના સોંગંધ લેવડાવાનો અનોખો કાર્યક્રમ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર(ટ્રાફીક અને ક્રાઇમ) સિધ્ધાર્થ ખત્રી, ડે. પોલીસ કમિશ્નર શ્રી સૈની વિગેરેની ઉપસ્થિતિમાં સુરક્ષા સોસાયટી અને મિશન સ્માર્ટ સીટીના  સૌજન્યથી યોજાયો તે પ્રસંગની તસ્વીરમાં જગદીશભાઇ ગણાત્રા, એડવોકેટ અતુલભાઇ સંઘવી અને જીતુભાઇ ગોટેચા વિગેરે દ્રષ્ટિગોચર થાય છે. આ કાર્યક્રમ દરમિયાન રરપ વાહન ચાલકોને ગણપતિ બાપા દ્વારા પ્રસાદ આપી ટ્રાફીક નિયમનો ભંગ ન કરવાના સોગંધ લેવાડાવાના આ અનોખા કાર્યક્રમે ભારે આકર્ષણ જમાવ્યું હતું. (૪.૪)

(3:00 pm IST)