Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

અટલજીના પ્રવચનો સાંભળવા એક લ્હાવો ગણાતો

સત્ત્।ા એ સાધ્ય નહીં લોકસેવાનું સાધન છે એ બાજપેયીજીએ સાબિત કર્યું છે : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ : પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય શ્રી અટલ બિહારી બાજપેયીજીની પ્રથમ માસીક પુણ્યતિથી નિમિત્ત્।ે સુરેન્દ્રનગરના વઢવાણ મેડીકલ હોલ ખાતે કાવ્યાંજલી કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદ પરથી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવએ શબ્દાંજલીમાં પાઠવતા જણાવ્યું કે, શ્રી અટલજી પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને ભારત માતાના સાચા સપૂત હતા. રાષ્ટ્રહિત અટલજી માટે સૌપ્રથમ-સર્વોપરી હતું. તેઓ કહેતા કે, રાજનીતિ રાજકીય સત્ત્।ા આપણા માટે સાધ્ય નહીં, સેવાનું સાધન છે. રાષ્ટ્રનું પરમ કલ્યાણ અને સમૃદ્ઘિ એ જ આપણા સૌનું લક્ષ્ય છે. અટલજીને આ દેશે સદાય એક જીવંત અને જીવતા જાગતા રાષ્ટ્રપુરુષ તરીકે જોયા છે. ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલ બિહારી બાજપેયીને સ્વરાંજલી આપતા વધુમાં જણાવ્યું હતું કે, આજની યુવા પેઢી માટે તેમના ઉમદા જીવન-કવનમાંથી સમાજ અને રાષ્ટ્ર સેવાના ગુણો પ્રેરણાસ્ત્રોત બની રહેશે. શ્રી બાજપેયીનો રાષ્ટ્ર ઉત્થાન ભાવ, દેશહિત અને સમાજ માટેની સેવા પરાયણતા હંમેશા સૌને પ્રેરણા આપતા રહેશે. પ્રેમ અને મમતાની સાથોસાથ અનુશાસન, માનવતાના મૂલ્યો અને સદાચારના સંસ્કાર અટલજીને વારસામાં મળ્યા હતા. એમણે ભારતમાતાની સેવામાં પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી હતી. તેઓ એક કવિ હ્રદયના માનવી અને પ્રખર વકતા હતા. અટલજીના ભાષણો સાંભળવા એક લ્હાવો ગણાતો.

રાજુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, અટલજીએ ભારતના વડાપ્રધાન તરીકે તા.૧૫ ઓગષ્ટ ૧૯૯૮ના દિને દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા કહેલું કે, એક સામાન્ય પરિવારમાં જન્મેલો, શાળાના શિક્ષકનો પુત્ર ભારતના વડાપ્રધાનપદે પહોંચે એ ભારતીય લોકતંત્રની મજબૂતીનું પ્રતીક છે. રાજનીતિ માં આદર્શો,નૈતિક મૂલ્યો ના પ્રખર ઉપાસક તેઓને લોકતંત્ર અને સંવિધાનમાં ગજબની આસ્થા હતી.  સ્મરાંજલીના કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ,દિલીપભાઈ પટેલ સાંસદશ્રી દેવજીભાઇ ફતેપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઇ પટેલ,  મહામંત્રી શ્રી અનિરુદ્ઘસિંહ પઢિયાર, શ્રી રતિલાલ યાદવ શ્રી સત્યજીતસિંહ, શ્રી મનહરસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ ટોળીયા, શ્રી પી કે સિંધવ, મીડીયા સેલના શ્રી હર્ષદ ગાંધી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:59 pm IST)
  • નાની બચત યોજનાના વ્યાજ દર વધ્યા : પીપીએફ- એનએસસી ઉપર ૮ ટકા જયારે કેવીપી ઉપર ૭.૭ ટકા વ્યાજ મળશેઃ સુકન્યા સમુધ્ધિ યોજનામાં ૮.૫ ટકા વ્યાજ મળશેઃ પીપીએફ તથા એનએસસી પર વ્યાજનો દર ૭.૬ ટકાથી વધારી ૮ ટકા કરાયોઃ ૧ ઓકટોબર થી ૩૧ ડિસેમ્બર સુધીમાં રોકાણ કરનારને મળશે લાભ access_time 1:37 pm IST

  • ખંભાળિયાના સલાયા ફાટક નજીક અજાણ્યા વૃદ્ધ પુરુષની લાશ મળી :પોલીસ ઘટના સ્થળે પહોંચી: લાશને પીએમ અર્થે સિવિલ ખાતે લઇ જવાઈ:અજાણ્યા વૃદ્ધ પુરુષનું ભૂખના કારણે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ access_time 10:53 pm IST

  • સુરત:પાટીદાર સમાજના દિગ્ગજ ધીરુભાઈ ગજેરાનું કોંગ્રેસમાંથી રાજીનામુ:કોંગ્રેસ મોવડી મંડળથી નારાજ ગજેરાએ રાજીનામુન આપ્યું :હાલ ધીરુભાઈ ગજેરા કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ : ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે ધીરુભાઈ ગજેરા :કોંગ્રેસમાંથી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડ્યા હતાં access_time 9:53 pm IST