Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

પતિ ભરણપોષણ ચૂકવતો હોવા છતાં પત્નિએ ખોટી માંગણી કરતા પત્નિ વિરૂદ્ધ ચાર્જશીટ

 

રાજકોટ, તા. ર૦ : અમરેલી કોર્ટમાંથી પત્ની ભરણપોષણ મેળવતી હોવા છતાં રાજકોટની ફેમીલી કોર્ટમાં ભરણપોષણની ખોટી માંગણી કરતા પોલીસે ગુન્હો નોંધી ચીફ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેશની હકીકત એ છે કે, જયોતીબેન ભાઇલાલભાઇ માઢકના પતિ અમરેલીની સેસન્શ કોર્ટમાં દર મહિને ને રેગ્યુલર ભરણપોષણ ભરતા હોવા છતાં અને જયોતીબેન ભાઇલાલભાઇ માઢક દર મહિને ત્યાંથી ઉપાડતા હોવા છતાં રાજકોટની ફેમીલી કોર્ટમાં તેમને તેમના પતિ તરફથી છેલ્લા એક વર્ષથી ભરણપોષણ મળેલ નથી તેવી ખોટી ભરણપોષણ માંગણી કરેલ. તેમજ રૂા. ૬૦૦૦ની ભરણપોષણ સામે અમરેલીની સેસન્શ કોર્ટે સ્ટે આપેલ હોવા છતાં રૂા. ૬૦૦૦ની માગણી કરતા, તેમના પતિ દ્વારા અમરેલીની સેસન્શ કોર્ટમાં દર મહિને રેગ્યુલર ભરેલ ભરણપોષણની પહોંચો તેમજ ત્યાંથી રેગ્યુલર જયોતીબેન ભાઇલાલભાઇ માઢક દ્વારા ઉપાડેલ અરજીની નકલો રાજકોટની ફેમીલી કોર્ટમાં રજુ કરતા તેમને તેમની ભરણપોષણની અરજી પરત ખેંચેલ.

ત્યારબાદ તેમના પતિએ રાજકોટની પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન તેમની પત્ની વિરૂદ્ધ આઇ.પી.સી.ની કલમ ૧૦૮, ૧૦૯, ૧૧૦ અન્વયે ફરીયાદ કરતા તેમની તપાસ જંકશન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી કદાવલાને સોંપવામાં આવેલ જે મુજબ સદરહું કેશની તપાસ કરતા અને ગુન્હો બનતા. પી.એસ.આઇ. શ્રી કદાવલાએ જયોતીબેન ભાઇલાલભાઇ માઢક ઉપર આઇ.પી.સી.ની કલમ, ૧૦૮,૧૦૯,૧૧૦ મુજબ ગુન્હાની ચાર્જશીટ ચીફ કોર્ટ રાજકોટમાં રજૂ કરેલ છે. (૮.પ)

(2:52 pm IST)