Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઇને પુણ્યશાળી બને છે

આત્મા અને મોક્ષના અસ્તિત્વનો અસ્વીકાર કરીને, પશ્ચિમની શ્વેત સત્તાએ હિંસા અને શોષણના પાયા ઉપર જે વિકાસના માળખાનું નિર્માણ કર્યું છે, તે વિકાસનું માળખું આ દેશના સરકારી અમલદારો અને પ્રધાનોને પ્યાદાં બનાવીને દેશની પ્રજા ઉપર લાગુ કરવામાં આવ્યું છે.

તે ઐન્દ્રજાલિક હિંસક વિકાસના માળખાથી અંજાઇ જઇને,

આપણે આત્મવાદના પાયા ઉપરની સંયુકત કૌટુંબિક વ્યવસ્થાને સ્થાને વિભકત કૌટુંબિક વ્યવસ્થાને સ્વીકારી;

આપણે આત્મવાદના પાયા ઉપરના શિષ્ટ વ્યવહારોમાં સમાવેશ પામતી પશુ અને છાણ આધારિત અર્થવ્યવસ્થાને સ્થાને, તોતીંગ યંત્રો અને પેટ્રોલ આધારિત અનાત્મવાદના પાયા ઉપરના અશિષ્ટ વ્યવહારને સ્વીકાર્યો;

આપણે આત્મવાદના પાયા ઉપરની વર્ણાશ્રમ આધારિત સામાજિક વ્યવસ્થાને સ્થાને અનાત્મવાદના પાયા ઉપરના સંકરીકરણની સામાજિક વ્યવસ્થાને સ્વીકારી;

આપણે ઋષિમુનિ પ્રણીત રાજયવ્યવસ્થાને સ્થાને પશ્ચિમ નિર્મિત લોકશાહી આધારિત રાજયવ્યવસ્થા સ્વીકારી;

આપણે આત્મવાદના પાયા ઉપરના ધર્મક્ષેત્રમાં પણ અનાત્મવાદના સિદ્ધાંતો, સાધનો, રિવાજોને સ્થાન આપી ધર્મક્ષેત્રને પણ દૂષિત કર્યું.

અને તેમ કરીને આપણે હિંસક વિકાસના માળખાને પ્રોત્સાહન આપવા દ્વારા સમગ્ર જીવરાશિ ઉપર વિનાશનું જે કાળચક્ર વહેતું મૂકયું.

તે બદલ ભારતીય પ્રજા તરફથી અમે સમગ્ર જીવરાશિની મન-વચન-કાયાથી ક્ષમા માંગીએ છીએ.

લિ. વિનિયોગ પરિવાર

આપણાં પૂર્વજોએ માનવી તેમજ પ્રાણીનું પુત્રવત પાલન કરતા મહાન રાજાઓના રાજ છીનવાતા અટકાવ્યા નહીં તે ગંભીર ભૂલ કરી છે, તે બદલ અમે રાજાઓના વંશ વારસોની ખરા હૃદયથી ક્ષમા માંગીએ છીએ અને પૂર્વવત અસલ સુવ્યવસ્થાઓ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.

- રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ

(12:41 pm IST)