Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સ્વ.રાજીવ ગાંધીની જન્મ જયંતીની ઉજવણીમાં ભાજપના પદાધિકારીઓએ ગેરહાજર રહી માનસિકતા છતી કરીઃ કોંગ્રેસ

દેશનાં પૂર્વ વડાપ્રધાનની પ્રતિમાને પુષ્પાંજલીના સતાવાર કાર્યક્રમમાં એકપણ પદાધિકારી દેખાયા નહીઃ પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતનો આક્ષેપ

રાજકોટ તા.ર૦ : આજે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના જન્મ જયંતીની ઉજવણીના કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓએ ગેરહાજર રહીને તેઓની માનસિકતા છતી કર્યાનો આક્ષેપ કોંગી અગ્રણી મહેશ રાજપુતે કર્યો છ.ે

રાજકોટ શહેર જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપુત એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે તા.ર૦ ના આધુનિક ભારત દેશના સ્વપ્ન દ્રષ્ટા, ભારત રત્ન ટેકનોલોજી ક્રાંતિ લાવનાર અને યુવાનોને ૧૮ વર્ષે મત આપવાનો અધિકાર આપનાર સ્વ. રાજીવ ગાંધીની ૭પ મી જન્મ જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા સતાવાર રીતે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ રીતે દરેક મહાનુભાવોની જન્મજયંીતએ પુષ્પાજલી કાર્યક્રમ યોજાયતા જ હોય છે. અને મનપાના બજેટમાં જોગાઇ પણ કરવામાં આવેલ છે અને આા તમામ કાર્યક્રમોમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન, શાસક પક્ષના નેતા વિરોધપક્ષના નેતા સહીત દરેક કોર્પોરેટરોને રાજકોટ મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ કમિશનરની સહીથી આમંત્રણ મોકલવામાં આવેલ  છે. અને આ કાર્યક્રમોમાં ફુલહારની વ્યવસ્થા પણ ખુદ મનપા દ્વારા જ કરવામાં આવતી હોય છ.ે

ત્યારે ભાજપના પદાધિકારીઓ કે ભાજપના કોર્પોરેટરોએ પોતાની છીછરી માનસિકતા આજે  સ્વ. રાજીવગાંધી ગાંધીની ૭૫મી જન્મજંયતીએ ગેરહાજર રહીને છતી કરેલ છે.શ્રી રાજપુતુ જણાવેલ કે વિચારાધારા અલગઅલગ હોય પણ જ્યારે કોઇ ભારતના મહાનુભાવોને અને ભારત રત્નને અને તેઓની જન્મજંયતિ હોય ત્યારે પક્ષની વિચારધારા એક બાજુ મુકીને મનમોટું રાખી તેઓને પુષ્પ અર્પણ કરવા આવવા જોઇએ

કોર્પોરેટરએ વધુમાં જણાવ્યું કે ગેરહાજર રહેવા શાસક પક્ષની માનસીકતા પાછળ શું છે? આમાં રાજકારણ ન હોય? મહાપુરૂષની અને આપણા દેશના ભારત રત્ન એ઼વોર્ડ પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની જન્મજંયતિ નિમિતે શાસક પક્ષોના મેયર સહિતના એક પણ પદાધિકારીઓ તેમજ ભાજપના કોર્પોરેટરો હાજરના રહ્યા પણ મહાનગર પાલીકાના કમિશ્રનર કે ડેપ્યુટી કમિશ્રર કક્ષાના અધિકારીઓને હાજર ના રહેવા દીધા તેવો આક્ષેપ શ્રી રાજપૂતે કરી અને ફરીથી તેઓ આવી ભૂલ ના કરે તેવી અપેક્ષા છે.તેમ અંતમાં તેઓએ જણાવેલ છે.

(4:28 pm IST)