Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

વાહ સુહાની વાહ : લંડનની ટ્રીનીટી કોલેજમાંથી સંગીતની એડવાન્સ લેવલ ડીગ્રી હાંસલ કરી

રાજકોટ તા. ૨૦ : વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાં માન્યતા ધરાવતી લંડનની ટ્રીનીટી કોલેજની સંગીતની પરીક્ષામાં સૌરાષ્ટ્ર કચ્છમાં ટ્રીનીટીની માન્યતા પ્રાપ્ત ક્રિએશન મ્યુઝિક ઇન્સ્ટીટયુટની વિદ્યાર્થીની સુહાની બાવરવાએ કિ-બોર્ડની પરીક્ષામાં એડવાન્સ લેવલ ડીગ્રી હાંસલ કરી સૌરાષ્ટ્ર કચ્છનો ડંકો વગાડી દીધો છે.

 

ક્રિએશન મ્યુઝિક ઇન્સ્ટીટયુટના કેતનભાઇ દોશીની યાદીમાં જણાવ્યા મુજબ સંગીતની આ પરીક્ષામાં ૧ થી ૯ લેવલ એટલે કે ૮ ગ્રેડ હોય છે. ગ્રેડ ૮ સુધી પહોંચવુ ખુબ મુશ્કેલ હોય છે. ત્યારે રાજકોટની સુહાની બાવરવાએ આ ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરી છે. સુહાનીની પરીક્ષા લેવા ખાસ લંડનથી ગોર્ડન ક્રોફટ આવેલા. સુહાની ધો.૧૨ પછી વિદેશ અભ્યાસ કરી સંગીતમાં જ ડીપ્લોમાં કરવાનો મનસુબો ધરાવે છે.

(4:21 pm IST)