Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મ્યુ.કોર્પોરેશન તથા પટેલ સેવા સમાજ દ્વારા માં કાર્ડ કેમ્પ યોજાયોઃ ર૪૩ પરિવારે લાભ લીધો

રાજકોટ તા. ર૦ : મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પૂરી પડવાના ઉદેશથી જરૂતરતમંદ શહેરીજનો માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિ તથા પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા ''માં વાત્સલ્ય કેમ્પ'' યોજવામાં આવેલ. આ કેમ્પમાં સમાજના ર૪૮ પરિવારોને ''માં વાત્સલ્ય કાર્ડ'' કાઢી આપવામાં આવેલ. આ અંગે આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આ કેમ્પનું ઉદઘાટન હરીભાઇ પટેલ (પૂર્વ સાંસદ સભ્ય, પોરબંદર) દ્વારા દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવેલ. તેમજ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે બીનાબેન આચાર્ય-મેયર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હાજર રહેલ. આ કેમ્પમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ તરીકે મોહનભાઇ કુંડારીયા- ધનસુખભાઇ ભંડેરી, નીતીનભાઇ ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ભીખાભાઇ વસોયા, અશ્વિનભાઇ મોલીયા, દલસુખભાઇ જાગાણી, અજયભાઇ પરમાર, જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, ઉપસ્થિત રહેલ હતા.

આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદભાઇ કણસાગરા, નરોતમભાઇ કણસાગરા, પ્રવિણભાઇ ગરાળા, નંદલાલભાઇ માંડવીયા, મનીષભાઇ ચાંગેલા, કિશોરભાઇ ઘોડાસરા સહિતના આગેવાનો હાજર રહેલ.

(4:20 pm IST)