Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મશીનરી ખરીદવા બાદ પેમેન્ટ નહિ ચુકવતા ભાગીદારી પેઢી સામે કોર્ટમાં થયેલ દાવો

રાજકોટ તા.૨૦: અત્રે પ્રાઇમ મેટલ કાસ્ટ ભાગીદાર પેઢી તથા તેના ભાગીદારો હરીભાઇ દિનેશભાઇ ભંડેરી તથા રાજુભાઇ ભંડેરી ઠે.એન.એચ.૨૭,વન્ધેશ્વર મંદિર સામે, મુ.હડમતાલા, તા.કોટડાસાંગાણી, જિ.રાજકોટ,ના સામે, સી.એફ.એમ. એન્જી. ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો વતી, તેના ભાગીદાર વૈભવભાઇ પરસોતમભાઇ રાણપરીયાએ રાજકોટ કોર્ટમાં રૂ.૧,૧૫,૦૦૦ વ્યાજ સમેત વસુલ મેળવવા દાવો દાખલ કરેલ છે.

દાવાની વિગતો મુજબ પ્રતિવાદીઓ પ્રાઇમ મેટલ કાસ્ટ ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો કે જે કાસ્ટીંગનું કામ કરે છે. તેમજ વાદીઓ ફાઉન્ડ્રી મશીનરી બનાવવાનું કામ કરે છે. પ્રતિવાદીઓ અને તેના ધંધા માટે મશીનરીની જરૂર પડતાં રૂ.૫,૭૮,૨૦૦ ની મશીનરી વાદીઓ પાસેથી ખરીદેલ અને પાર્ટ પેમેન્ટ સ્વરૂપે રૂ.૩,૭૮,૨૦૦ વાદીઓને ચુકવેલ અને બાકીનું પેમેન્ટ ચુકવવા વાદીઓને ભરોસો બેસાડવા હરીભાઇ દિનેશભાઇ ભંડેરીએ કોટક મહીન્દ્રા બેંક લી., ગોંડલ શાખાના રૂ.૧,૦૦,૦૦૦નો ેક એવા બે ચેક વાદીઓને સોંપેલ.

ઉપરોકત ઉલ્લેખેલ ચેકસવસુલાત મેળવવા વાદીએ તેના બેંક એકાઉન્ટમાં રજુ રાખતા રકમના અભાવે ચેક પરત ફરેલ, જેથી વાદીઓએ પ્રતિવાદીઓને સંપર્ક કરી બાકીનું પેમેન્ટ ચુકવવા જણાવેલ. જેની સામે પ્રતિવાદીઓએ વાદીની તરફેણમાં લખી આપેલ ચેકસ થોડા સમય બાદ રજુ રાખવા જણાવેલ. જેથી સામે પ્રતિવાદીઓએ વાદીની તરફેણમાં લખી આપેલ ચેકસ થોડા સમય બાદ રજુ રાખવા જણાવેલ. જેથી વાદીઓને સુચના અનુસાર થોડા સમય પછી વાદીઓએ ઉપરોકત ઉલ્લેખેલ ચેકસ પરી બેંકમાં રજુ રાખતા પ્રતિવાદીઓએ બંને ચેકનું સ્ટોપ પેમેન્ટ કરાવી દેવાં, બંને ચેક ફરી એકવાર ડીસઓનર થયેલ.

જેથી વાદીઓએ પ્રતિવાદીઓને નોટીસ પાઠવી, બાકી લેણી રકમની ડીમાન્ડ કરેલ, જે નોટીસ મળતાં પ્રતિવાદીઓે મશીનની ગુણવતા બાબતે બોગસ તકરાર આગળ ધરી,વાદીને તેનું બાકી પેમેન્ટ નહી ચુકવતા, રાજકોટ કોર્ટમાં બાકી લેણી રકમ તથા બિલમાં લખેલ શરતો મુજબ વ્યાજની રકમ સહીત વસુલાત મેળવવા રાજકોટ કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવેલ છે.

રેકર્ડ ઉપરના દસ્તાવેજો અને પેપર્સ ધ્યાને લઇ, કોર્ટએ પ્રાઇમ મેટલ કાસ્ટ મુ.હડમતાલા તથા હરીભાઇ દિનેશભાઇ ભંડેરી તથા રાજુભાઇ ભંડેરી સામે હાજર થવા સમન્સ ઇશ્યુ કરેલ છે.

આ કામમાં વાદી સી.એફ.એમ.ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો વતી-વિકાસ કે.શેઠ, અલ્પા શેઠ તથા વિવેક ધનેશા એડવોકેટ દરજજે રોકાયેલ છે.

(4:19 pm IST)