Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મવડીમાં ભારત- પાકિસ્તાન બોર્ડર બનાવાઈ

કલમ ૩૭૦ હટાવવાથી દેશને થતાં ફાયદાઓ અંગે થીમ બનાવીઃ દરરોજ રાત્રે ડાંડીયારાસ- રથયાત્રા- મટકીફોડના કાર્યક્રમોઃ બજરંગ મિત્ર મંડળ દ્વારા ૧૨માં વર્ષે આયોજન

રાજકોટ,તા.૨૦: મવડીમાં ભારત- પાકિસ્તાન બોર્ડર બનાવવામાં આવી છે. ભારતીય જવાનો મશીનગન સાથે સજજ છે. બજરંગ મિત્રમંડળ દ્વારા આ વર્ષે આ થીમ ઉપર જન્માષ્ટમી મહોત્સવનું અનોખું આયોજન કર્યુ છે.

મવડી ચોકડી જલારામ ચોક ખાતે છેલ્લા ૧૧ વર્ષોથી કાર્યરત શ્રી બજરંગ મિત્ર મંડળ દ્વારા દર વર્ષેની જેમ જન્માષ્ટ્રમીનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી પ્રદર્શન જાહેર જનતા માટે તા.૨૨ ગુરૂવાર સાંજે ૫ વાગ્યાથી ખુલ્લું મુકવામાં આવશે. જન્માષ્ટમી પ્રદર્શન થીમમાં કલમ ૩૭૦ હટવાથી ભારત દેશને થતા ફાયદાઓએ પણ આ થીમમાં આવરી લેવાશે. શનિવારે આઠમના રાત્રે ૯ કલાકે બહેનો- દીકરીઓ માટે દાંડિયા રાસ તથા રાત્રે ૧૨ કલાકે મટફીફોડ કાર્યક્રમ પણ રાખેલ છે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

આયોજનને સફળ બનાવવા યુવરાજસિંહ ઝાલા, ધીરજભાઈ સિંધવ, રાહુલભાઈ લાલકીયા, માલદેવસિંહ ચુડાસમા, ધર્મેશભાઈ સખીયા, રવિભાઈ ડાંગર, મહેશભાઈ સિંઘવ, ઋષિરાજસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૯૦૪૬ ૭૪૯૯૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:18 pm IST)