Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

૪૭ વર્ષ જૂની ગેસ્ફોર્ડ ચેસ કલબ બંધ

કલબના પ્રમુખ નટુભાઈ સોલંકીએ કહ્યું ઓલ ઈન્ડિયા ડિફે રેટીંગ સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓ સાથે ખૂબ અન્યાય થયો, અંતે કઠોર નિર્ણય લીધો

રાજકોટ, તા. ૨૦ : શહેરમાં છેલ્લા ૪૭ વર્ષ જૂની અને રજીસ્ટર્ડ સંસ્થા ગેસ્ફોર્ડ ચેસ કલબ બંધ કરી દેવાયાનું સંસ્થાના પ્રમુખ શ્રી નટુભાઈ સોલંકીએ જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે પારડી હોલ ખાતે ચાલી રહેલ ઓલ ઈન્ડિયા ફીડે રેટીંગ સ્પર્ધામાં રાજકોટના ખેલાડીઓને ખૂબ જ અન્યાય થયો છે. કોઈપણ ખેલાડીને આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ વળતર આપવામાં આવ્યુ નથી. તેમજ આ ટુર્નામેન્ટમાં મેચ નિહાળવા ખેલાડીઓ ગયા તો તેઓને સિકયુરીટીએ અંદર જવા દીધા ન હતા. આમ, ભારે હૃદયે ન છૂટકે આ સંસ્થાને બંધ કરવાનો નિર્ણય લીધાનું જણાવાયુ હતું.

(4:16 pm IST)