Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

શહેર કોંગ્રેસ દ્વારા પુર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મ જયંતીની ઉજવણીઃ ફુલહાર-વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ે પૂર્વ વડાપ્રધાન ટેકનોલોજી યુગના પ્રણેતા અને ભારત દેશના યુવાનોને ૧૮ વર્ષે મતાધિકાર આપનાર ભારતરત્ન સ્વ. રાજીવ ગાંધીજીની આજે તા. ૨૦ ઓગસ્ટે ૭૫મી જન્મજયંતી નિમિતે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને પુષ્પાંજલિ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ તકે પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, મંત્રી રહીમભાઈ સોરા, રાજદીપસિંહ જાડેજા, મુકેશભાઈ ચાવડા, ધરમભાઇ કામલીયા, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણી, પ્રદેશ આગેવાનો નીદ્દ્તભાઈ બારોટ, કોર્પોરેટરો દિલીપભાઈ આસવાણી, દ્યનશ્યામસિંહ એ. જાડેજા, મથુરભાઈ માલવી, સંજયભાઈ અજુડીયા, દ્યનશ્યામસિંહ એન. જાડેજા, નીલેશભાઈ મારું, રાજકોટ શહેર સેવાદળ મુખ્ય સંગઠક ભાવેશભાઈ ખાચરિયા, મહિલા પ્રમુખ મનીષાબા વાળા, લદ્યુમતી ડીપા. પ્રમુખ યુનુસભાઈ જુનેજા, ઓ.બી.સી. વિભાગ ચેરમેન રાજેશભાઈ આમરણીયા, રાજકોટ જીલ્લા લીગલ સેલ પ્રમુખ અશોકસિંહ વાદ્યેલા,  માલધારી સેલ જીગ્નેશભાઈ સભાળ, મજદુર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ પાસવાન, આગેવાનો પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ મકવાણા, અનિલભાઈ જાદવ, ઠાકરસીભાઈ ગજેરા, પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ સોરાણી, કનકસિંહ જાડેજા, મથુરભાઈ માલવી, પ્રભાતભાઈ ડાંગર, રસિકભાઈ ભટ્ટ, રજતભાઈ સંદ્યવી, વોર્ડ પ્રમુખ જગદીશભાઈ સખીયા, ભાર્ગવ પઢિયાર, વી.ડી.વ્યાસ, સલીમભાઈ કારીયાણી, મેરામભાઈ સભાળ, અંકુર માવાણી, ડી.બી.ગોહિલ, વશરામભાઈ ચાંડપા, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, સંજયભાઈ વડેચા, જીતુભાઈ ઠાકર, મહિલા કોંગ્રેસ આગેવાનો દિપ્તીબેન સોલંકી, ચંદ્રિકાબેન વરાણીયા, ફરીદાબેન શેખ, સરોજબેન રાઠોડ, રીટાબેન વડેચા સહીતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

(4:16 pm IST)
  • આસામમાં વર્ષોથી ઘુસી ગયેલા વિદેશીઓને દેશનિકાલ કરવા માટે માત્ર ભારતીય નાગરિકોની યાદી દર્શાવતું નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ ( NRC ) ટૂંક સમયમાં બહાર પડવામાં છે.પરંતુ આ યાદીમાં મોટી સંખ્યામાં હિન્દુઓના નામો શામેલ કર્યા નથી તેવી આશંકા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા હિન્દૂ જાગરણ મંચએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હોવાના વાવડ છે. access_time 12:33 pm IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણંય :એક હેકટર જમીન ધરાવતા પૂર પ્રભાવિત ખેડૂતોની લોન માફ કરાશે :સીએમ ફડનવીસે કહ્યું કે જે લોકોના ઘર પુરમાં તારાજ થયા છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાશે access_time 1:09 am IST

  • સંઘને કારણે ભારતને સ્વતંત્રતા મોડી મળી : ભાજપના નેતા શિવરાજસિંહ ચૌહાણના આરોપના જવાબમાં ગોવા કોંગ્રેસે કહ્યું કે ભારતની આઝાદીમાં મોડું થવાનું મુખ્ય કારણ આરએસએસ છે ; શિવરાજસિંહે કહ્યું હતું કે પુર્તગાલી શાસનથી ગોવાની મુક્તિમાં વિલબનુ કારણ દિવંગત પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુ હતા :ગોવાના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગિરીશ એ કહ્યું કે સંઘે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હૉટ તો આપણને સ્વતંત્રતા વહેલી મળત access_time 1:14 am IST