Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જન્માષ્ટમી નિમીતે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રવર્તિત યુવા કેન્દ્ર યુવાનો રજૂ કરશે શેરી નાટકો

૧૫ હજાર જેટલી ટીમો '' કોઇ એક ભુલક્કડ'' વિષય ઉપર પથ નાટય

રાજકોટ તા ૨૦  : શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીનો ઉત્સવ સ્વાધ્યાય પરિવારના ગાુવાનો આજે વર્ષા થયે ખુબ વિશેષ રીતે એટલે કે, પથનાટય દ્વારા ઉજવે છે. શ્રીકૃષ્ણએ કહેલા શ્રીમદભગવતના વિચારો ઘરે ,રે અને શેરીએ  શેરીએ પહોંચે એ શ્રીકૃષ્ણ જન્મોત્સવની વિશેષ ઉજવણી આ કાર્ય આજે ૨૨ વર્ષોથી દર વર્ષે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે પ્રેરિત યુવા કેન્દ્રના યુવાનો કરી રહ્યાં છે. સમાજમાં થતી રહેલી વ્યાખ્યા મુજબ પથ પર જે નાટક ભજવાય તે પથનાટય, પરંતુ પૂજનફ દાદાજીએ એવા યુવાનો ઉભા કર્યા, જે નવો પથ, નવો ચીલો બનાવતા રહેલા છે. આ યુવાનો જયારે સમાજમાં પથનાટય કરવા જાય છે, ત્યારે પહેલા એક દિવસ ભાવફેરી કરે છે, એટલે કે, દરેક વ્યકિતને ભગવાનના દીકરા તરીકે મળવા જાય છે અને પૂજનીય દાદાજીએ આપેલ ત્રિકાળ સંધ્યાનો વિચાર લઇ જાય છે. અને બીજે દિવસે જે તે સ્થળે પથનાટય કરે છે. આ યુવાનોમાંથી કોઇપણ યુાવાન પ્રોફેશનલ કલાકાર નથી. તેઓ તદ ભણતા રહેલ અથવા તો વ્યવસાય કરતા રહેલા ૧૬ થી ૩૦ વર્ષના ઉત્સાહી થનગનતા યુવાનો છે. જેઓ અસામાન્ય કાર્યના વાહાક બન્યા છે.

આ વર્ષે યુવા કેન્દ્રના લગભગ ૧,૫૦,૦૦૦/- યુવાનો ૧૬ થી ૨૪ ઓગષ્ટ સુધી હજારો ટીમો બનાવીને પથનાટય દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના વિચારો ઘરે ઘરે લઇ જશે. ૧૦-૧૦ યુવાનોની એક એવી લગભગ ૧૫ હજાર ટીમો ભારતના ૧૬ રાજયો અને દુનિયાના દેશો જેાવા કે, ઇંગ્લેન્ડ, અમેરિકા, તેમજ અખાતી દેશો સામેલ છે ત્યાં પથનાટય કરવાની છે. આ વર્ષના શેરીનાટકનો વિષય છ. કોઇ એક ભુલક્કડ પૂજનીય દાદાજી કહે છે કે, આજે માણસ મિસ્ટર યરગેટફૂલ થતો રહેલો છે અને ઘણું બધુ બિનજરૂરી વાતો યાદ રાખે છે. પરંતુ મારુજીવન શા માટે? હું કોણ ?, હુંકોનો ? કોના માટે? આ મહત્વની વાતો યાદ રાખવી જોઇએ, અને તે જ ખુબ જ રમુજી એવા શેરીનાટકનો સંદેશ છે. સાથે ેએમ પણ બતાવ્યું છે કે, આવી નાચતી ગાતી ક્રાંતિ દ્વારા શ્રીકૃષ્ણએ આપેલ દેવી અને તેજસ્વી વિચાર જે આજની યુવા પેઢી સમજી શકે, તે દરેક જગ્યાએ પહોંચે એ જરૂરી છે.

પૂજનીય ધનશ્રી શ્રીનિવાસ તલવલકર (પુજનીય દીદીજી) કહે કે, યુવાની એ જીવનની વસંત છે અને તેમાં ઉડવા માટે પાંખ અને જોવા માટે આંખ યોગ્ય હોવી જરૂરી છે. પૂજનીય દીદીજીના માર્ગદર્શન હેઠળ ઇશવિશ્વાસ, આત્મ વિશ્વાસ, વિનય, વિવેકના સથવારે પથનાટય કરતાં રહેલાં આ યુવાનો ગત વર્ષે એટલે કે, ૨૦૧૮ ની સાલમાં જન્માષ્ટમી નિમીતે વિશ્વભરમાં ફેાલાયેલા સ્વાધ્યાય પરિવારના યુવાનોની ૧૪,૫૦૦ ટીમો બની હતી. આ ટીમો ગત વર્ષે ૬૨૦૦૦ નાટક દ્વારા ૫૪ લાખ લોકો સુધી પહોંચી હતી અને ભગવદ્વિચાર ઘરે ઘરે અને શેરીએ શેરીએ ગુંજતો થયો હતો.

(4:15 pm IST)
  • આસામમાં વર્ષોથી ઘુસી ગયેલા વિદેશીઓને દેશનિકાલ કરવા માટે માત્ર ભારતીય નાગરિકોની યાદી દર્શાવતું નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ ( NRC ) ટૂંક સમયમાં બહાર પડવામાં છે.પરંતુ આ યાદીમાં મોટી સંખ્યામાં હિન્દુઓના નામો શામેલ કર્યા નથી તેવી આશંકા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા હિન્દૂ જાગરણ મંચએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હોવાના વાવડ છે. access_time 12:33 pm IST

  • સુબ્રતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડીટોરીયમમાં ઉપકરણોના સ્વદેશી કરણની કોશીશો ઉપરના પુસ્તકોનું એરચીફ શ્રી ધનોઆએ દિલ્હીમાં વિમોચન કર્યું : પાકિસ્તાનની દરેક હલચલ પર નજરઃ દરેક સ્થિતિને પહોંચી વળવા એરફોર્સ તૈયારઃ અમે પુરી રીતે સર્તક છીએઃ ડીફેન્સ સીસ્ટમની જવાબદારી અમારીઃ ધનોઆ access_time 3:54 pm IST

  • સરકારે અર્ધ સૈનિક દળની નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરી ;હવે 60 વર્ષે થશે રિટાયર્ડ :ગૃહ મંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઇકોર્ટના જાન્યુઆરીના ચુકાદા બાદ કરાયો :હાઇકોર્ટે કેન્દ્ર સરકીરને કહ્યું હતું કે તમામ રેન્ક માટે એક સેવા નિવૃત્તિ વાય નિર્ધારિત કરો access_time 1:02 am IST