Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

કેનેરા બેંક દ્વારા યોજાયુ બ્રેઇન સ્ટોર્મીંગ સત્ર

૨૫૦૦ કરોડથી વધુ બીઝનેસ બેઝ : ૩૮ શખ્સોએ કનકલુઝન પ્રોસેસમાં લીધો ભાગ

રાજકોટ તા ૨૦  : સમગ્ર સોૈરાષ્ટ્ર અને કચ્છ ક્ષેત્રનું પ્રતિનીધીત્વ કરતી કેનેરા બેંકની પ્રાદેશીક કચેરી, રાજકોટ ખાતે ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીસ, નાણાં મંત્રાલયના આદેશ મુજબ ૩૮ શાખાઓનો બ્રેઇન સ્ટોર્મીગ સત્ર યોજાયો હતો.

બેન્ક આ ક્ષેત્રમાં ૨૫૦૦ કરોડથી વધુના કુલ બીઝનેસ બેઝ સાથે કાર્યરત છે. આ એકસર્સાઇઝના ભાગ રૂપે બોટમ-અપ કલકલુઝન પ્રોસેસના પ્રથમ તબક્કાને નવા વિચારો પેદા કરવા અને લોકોની કામગીરી અને તેમની રાષ્ટ્રીય અગ્રતા સાથેના સરેખણની સમીક્ષા કરવા માટે રચાયેલ છે. આ તેમનું સોૈ પ્રથમ પ્રકરણનું કનલયુઝન હતું. જયાં શાખાઓને પોતાને તેમની  કામગીરીની સમીક્ષા કરવા, બેન્કિંગ ક્ષેત્ર સમક્ષના મુદ્દાઓ પર ઇરાદાપૂર્વક અને ફયુચર સ્ટ્રેટેજી તેમજ આગળના રસ્તાઓ વિશે સુચવવા કહેવામાં આવ્યું હતું.

બેઠકમાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ક્રેડીટ વધારવા, નવનીતા લાવવા અને ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને બીગ ડેટા એનાલિટિકસનો સક્ષમ બનાવવા, અને ઙ્ગઙ્ગ બેંકીંગ નાગરીક કેન્દ્રિત બનાવવા તેમજ સિનીયર સીટીઝન્સ, નાગરિકો, ખેડુતો, નાના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ ની જરૂરિયાતો અને આકાંક્ષાઓ માટે વધુ પ્રતિભાવ આપવા માટેના માર્ગો અને માધ્યમો પર કેન્દ્રિત કરવામાં આવ્યું.

બેઠક દરમિયાન બેન્કિંગ ક્ષેત્રનો સામનો કરી રહેલા વિવિધ પડકારો અંગે ડોમેન નિાષ્ણાંતો દ્વારા નવ વિષયોના પેપર અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ડિજીટલ ચુકવણીમાં વધારો અંગે નંદન નિલેકણી દ્વારા, પીએસબીમાં કોર્પોરેટ ગવરેન્સ, ઉદય કોટક દ્વારા, ભારતના એમએસએમઇ માટે શ્રેય અંગે યુ.કે સિન્હા દ્વારા, પીએસબીમાં ટેકનોલોજીનો ઉપયોગ અંગે કે સુબ્રમણ્યમ દ્વારા, રીટેલ લેન્ડીંગ-એક મહાન તક અંગે આદિત્ય પૂરી દ્વારા, એગ્રીકલ્ચર ક્રેડીટ અંગે પ્રો. રમેશ ચંદ અને ડો. એચ.કે. ભાનવાજા  દ્વારા, એકસપોર્ટ ક્રેડીટ ઇન ઇન્ડિયા અંગે ડેવિડ રસ્કવેન્હા દ્વારા, ફાઇનાન્સિયલ ગ્રીડની સ્થાપના ની જરૂરિયાત અંગે ડો. ચરનસિંઘ દ્વારા અને બેંક ક્રેડિટ ને ૫૫ ટ્રીલીયનની ઇકોનોમી તરફ લઇ જવા અંગે સોૈમ્ય કાંતિ ઘોષ દ્વારા છણાવટ કરવામાં આવી હતી.આ બેઠકમાં બેન્કના પ્રદર્શન અને રાષ્ટ્રીય અગ્રતા સાથે તેની ગોઠવણીની સમીક્ષા પણ કરવામાં આવી છે જેમ કે, ઇકોનોમીક ગ્રોથ માટે ક્રેડીટ સપોર્ટ ઈન્ફાસ્ટ્રકચર/ ઇન્ડસ્ટ્રી, ફાર્મ સેકટર અને બ્લુ ઇકોનોમી, જળ શકિત, MSME સેકટર અને MUDRA લોન, એજયુકેશન લોન, એકસપોર્ટ લોન, એકસપોર્ટ ક્રેડીટ, ગ્રીન ઇકોનોમી, સ્વચ્છ ભારત સહીતના મુઘ્દા આવરી લેવાયા હતા.આંતરરાષ્ટ્રીય અને આંતર-બેંક કામગીરી બંનેની  તુલના કરવા અને પીએસબીમાં અમલીકરણ માટે આગળના માર્ગ અંગેના  સુચનોને અંતિમ સ્વરૂપ આપવા માટે રાષ્ટ્રીય સ્તરે અંતિમ કનકલુઝન કરવામાં આવશે તેમ બેંક કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

(4:14 pm IST)