Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

જય સિયારામ દુગ્ધાલય અને કેપ્ટન ટ્રેડર્સને ફુડ વિભાગે કુલ ૧ લાખનો દંડ ફટકાર્યો

રેફયુજી કોલોનીમાં આવેલ જય સિયારામ દુગ્ધાલયના દુધનો નમૂનો ફેઇલ થતા ર હજારનો દંડ : પરાબજારના 'કેપ્ટન ટ્રેડર્સ'નો એપ્રીકોટ ડ્રાઇફુટનો નમૂનો મિસ બ્રાન્ડેડ જાહેર થતા ૮૦ હજારનો દંડ : નિયતી બ્રાન્ડ પાણીનો નમૂનો ફેઇલ : આજે ફરસાણના નમૂનાઓ લેતી ફુડ શાખા

રાજકોટ, તા. ર૦ : મ્યુ. કોર્પોરેશનના ફુડ વિચાગે જય સિયારામ દુગ્ધાલય અને કેપ્ટન ટ્રેડર્સના સંચાલકોને કુલ ૧ લાખનો દંડ ફટકાર્યો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે કે, રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસને અનુલક્ષીને જાહેર જન આરોગ્ય હિતાર્થે તેમજ ખોરાકજન્ય રોગચાળાના અટકાયતી પગલાંના ભાગરૂપે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે  કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં એજયુડીકેશન માટે દાખલ કરેલ અરજી અન્વયે  તા.૨૫ ઓકટોબર ૨૦૧૮ના રોજ જવાબદાર  મંગાભાઇ લખમણભાઇ બાંભવા, નમુનો જય સિયારામ દુગ્ધાલય રેફ્યુજી કોલોની મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ મિકસ દૂધ (લૂઝ)નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થતા એજયુડીકેટીંગ અરજી નં. ૦૧/૧૯ અન્વયે કુલ રૂ.૨૦,૦૦૦ નો દંડ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત એજયુડીકેશન માટે દાખલ કરેલ અરજી અન્વયે માહે ઓકટોબર ૨૦૧૮ દરમ્યાન તા.૦૩ઓકટોબર ના રોજ  ડેનિશ રતિલાલ કંટારિયા તથા ભાગીદારો અને ભાગીદારી પેઢી નમુનો કેપ્ટન ટ્રેડર્સપરા બજાર, રાજકોટ ખાતેથી લેવામાં આવેલ  એસ.એસ.એમ બ્રાન્ડ એપરીકોટ ડ્રાયફુટનો નમૂનો મિસબ્રાન્ડેડ જાહેર થતા એજયુડીકેટીંગ અરજી નં. ૦૨/૧૯ અન્વયે કુલ રૂ.૮૦,૦૦૦/- (અંકે રૂપીયા એંશી હજાર પુરા) નો દંડ કરવામાં આવેલ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટની જોગવાઈ અન્વયે શ્રાવણ માસને અનુલક્ષીને નીચે દર્શાવેલ સેમ્પલ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા લેવામાં આવેલ હતા તથા પરીક્ષણ અર્થે વડોદરા ખાતે સરકારી લેબમાં મોકલાવેલ છે.

નિયતી બ્રાન્ડ પાણીનો નમૂનો ફેઇલ

આગાઉ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ નમુનાના નાપાસ થયેલ છે. જેમાં નિયતી બેવરેજીસ હુડકો ચોકડી પાસે, કોઠારીંયા રીંગ રોડ પરથી નિયતી પેકડ ડ્રીંકીગ વોટર( ૧ લી. પેકડ ) માં સબસ્ટાન્ડર્ડતથા મિસ બ્રાન્ડેડ બેચ નં દર્શાવેલ નથી તથા ઉત્પાદકનું સરનામુ  છાપેલ નથી તેથી આ નમૂનો નાપાસ જાહેર કરાયો છે.

જન્માષ્ટમીના તહેવારોમાં ફરસાણના નમૂના લેવાયા

નમુનાનુ નામ

પેઢીનું નામ અને  સરનામું

ઝીણી સેવ (લૂઝ)

રાધેશ્યામ ડેરી ફાર્મ એન્ડ ફરસાણ, શ્યામનગર-૨, ગાંધીગ્રામ

તીખા ગાંઠીયા (લુઝ)

જય બરાડ ફરસાણ એન્ડ સ્વીટ માટ, ર્શ્યામનગર-૨, ગાંધીગ્રામ

ખારી બુંદી (લુઝ)

જલિયાણ ફરસાણ માર્ટ, પી.જી.વી.સી.એલ. ઓફિસની સામે, નાના મૌવા મેઇન રોડ

શુધ્ધ દ્યી (લુઝ)

પટેલ ડેરી ફાર્મ, લક્ષ્મીનગર-૩, નાના મૌવા મેઇન રોડ

તીખા ગાંઠીયા (લુઝ)

શ્રી રામ ગૃહ ઉદ્યોગ, લક્ષ્મીનગર મેઇન રોડ, અશોક બગીચા સામે

પાપડી ગાંઠીયા (લુઝ)

શ્યામ ગૃહ ઉદ્યોગ, ૩- ઉમાકાંત ઉદ્યોગનગર

(4:14 pm IST)
  • અમદાવાદ નવા નરોડામાં ખાંડનો વેપારી લૂંટાયો: બાપુનગર સ્થિત આંગડીયા પેઢીમાંથી 14 લાખ રૂપિયા લઈને નીકળેલા વેપારીની કારનો કાચ તોડી ગઠિયા રૂપિયા ભરેલી બેગ ચોરી ગયા: નરોડા પોલીસે સીસીટીવી આધારે આરોપીઓની શોધખોળ શરુ કરી. access_time 11:23 am IST

  • પટના મેયરના પુત્ર પર આંખ મારવાનો આરોપ ;મહિલા કોર્પોરેટર પીન્કીદેવીએ કહ્યું પહેલી વાર ઇગ્નોર કર્યો,હવે સહનશક્તિની હદ થઇ ગઈ :પટના નગરનિગમનો જૂથબંધી ચરમસીમાએ પહોંચી : અંદરો અંદરની લડાઈ હવે ખુલીને બહાર આવી :આરોપ પ્રત્યારોપણ બાદ મેયર સીતા સાહુના પુત્ર શિશિર પર લાગ્યો ગંભીર આરોપ access_time 1:22 am IST

  • મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો મોટો નિર્ણંય :એક હેકટર જમીન ધરાવતા પૂર પ્રભાવિત ખેડૂતોની લોન માફ કરાશે :સીએમ ફડનવીસે કહ્યું કે જે લોકોના ઘર પુરમાં તારાજ થયા છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન અપાશે access_time 1:09 am IST