Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બાસ્કેટ બોલ કોર્ટનો નિતીનભાઇ ભારદ્વાજના હસ્તે પ્રારંભ

રાજકોટ : જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા હંમેશા ભણતરની સાથે રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ તાલીમ અને પ્રશિક્ષણનો આગ્રહ રાખવામાં આવે છે. તાજેતરમાં રેસકોર્સ ખાતે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના બાસ્કેટબોલ કોર્ટ પર જીનીયસ બાસ્કેટબોલ એકેડેમીનો આરંભ ભાજપના નેતા નીતિનભાઇ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યો. અહીં ખેલાડીઓને પ્રોફેશનલ કોચ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવશે આ ઉપરાંત જીલ્લા, રાજય અને રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગીતાઓ તથા વિવિધ શહેરોની અને શાળાઓની ટીમ સાથે વિવિધ ટુર્નામેન્ટનાં આયોજનો કરવામાં આવશે. જીનીયસ બાસ્કેટબોલ એકેડમીમાં તા. ૧૮ થી ર૦ ઓગસ્ટ દરમિયાન ઇન્ટર સ્કુલ બાસ્કેટ બોલ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે. ટુર્નામેન્ટમાં રાજકોટ બાસ્કેટબોલ એસોસીએશનના નિષ્ણાંતોની ટેકનીકલ ટીમનો પણ સહયોગ પ્રાપ્ત થશે. જીનીયસ બોસ્કેટબોલ એકેડેમીના ઉદઘાટન સમારંભમાં ભાજપના નેતા નીતિનભાઇ ભારદ્વાજ, આરએમસીના ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, ગણેશ ઓટોના મેનેજીંગ ડીરેકટર અશોકભાઇ પટેલ, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, ડીસ્ટ્રીકટ સ્પોર્ટસ ઓફીસર વી. પી. જાડેજા, વાયબી સ્પોર્ટસના યુસુફભાઇ બાંભણીયા, રાજકોટ ક્રિકેટ કેમ્પના કૌશિકભાઇ અઢીયા, હોકી રાજકોટના મહેશભાઇ દીવૈયા અને રાજકોટ બાસ્કેટબોલ એસોસીએશનના શ્રી ટેરેન્સ સર અને બીપીનભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતાં.

(4:14 pm IST)