Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

શિવમપાર્કમાં મહિલા સંચાલિત જુગારધામ પર દરોડો : ૩ ઝડપાયા

સુરેશ કુમારખાણીયા, રવિ પ્રિતમાણી અને ધ્યાનેશ ભટ્ટીની ધરપકડઃ મકાન માલીક કિરણ કોળીની શોધ

રાજકોટ તા. ૨૦ : આજીડેમ પાસે શીવમપાર્કમાં આજીડેમ પોલીસે બાતમીના આધારે કોળી મહિલા સંચાલિત જુગારધામ પર દરોડા પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આજીડેમ પોલિસ મથકના પીઆઇ એમ.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ,  સી.એસ. પટેલ હેડ કોન્સ. કનકસિંહ, શૈલેષભાઇ ભીસડીયા, શૈલેષભાઇ નેચડા, કુલદિપસિંહ જાડેજા અને મહિલા કોન્સ હિનાબેન મકવાણા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. કનકસિંહ અને કુલદિપસિંહને મળેલી બાતમીના આધારે આજીડેમ માંડા ડુંગર પાસે શીવમ પાર્ક શેરી નં.૪માં રહેતી કિરણ મુકેશભાઇ પંચાળાના મકાનમાં રહેતી દરોડો પાડી જુગાર રમતા સુરેશ  સોમાભાઇ કુમારખાણીયા (ઉ.વ.૩૪) (રહે. શીવમપાર્ક શેરી નં.૪), રવિ નેચલદાસ પ્રિતમાણી (ઉ.વ.૩૧) (રહે. માધવ વાટીકા શેરી નં. ૨) અને ધ્યાનેશ અતુલભાઇ ભટ્ટી (તા. ૧૯) (રહે. સરકારી સ્કુલ પાછળ ત્રંબા)ને પકડી લઇ રૂ. ૧૦,૬૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

(4:13 pm IST)