Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા સંશોધક કૃણાલસિંહ રાઠોડના પ્રતિકારક સ્વીચીંગ ટેકનોલોજી સંશોધનને અમેરીકામાં સ્થાન

પાર્ટીકલ એકસલેટર સંશોધનના નવા આયામો માટે જોડાણના દ્વાર ખુલ્યા

રાજકોટ તા. ર૦ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનમાં ફંકશન એકસાઇડ  વિષય ઉપર સંશોધન કરતાં કૃણાલસિંહ રાઠોડના સંશોધન સપ્ટેમ્બર તા.૧ થી ૬ -ર૦૧૯ દરમ્યાન અમેરીકા ખાતે યોજાનારી વિશ્વની પ્રતિષ્ઠિત નોર્થ અમેરિકન પાર્ટીકલ એકસલેટર કોન્ફરન્સમાં લેન્સીંગ, મીસીગન (રાજય) અમેરીકા ખાતે સંશોધન પત્ર રજુ કરવા માટે આમંત્રણ મળેલ છે.

કૃણાલસિંહ ભૌતિકશાસ્ત્ર ભવન ખાતે યુજીસી સ્પેશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ અંતર્ગત બીએસ.આર.ફેલો છે અને મેગ્નેનાઇ મલ્ટી ફેરોઇડ થીન ફિલ્મ ડીવાસીઝ વગેરે મટીરીયલ્સમાં ડો. નીકેશભાઇ શાહ અને ડો. પિયુષભાઇ સોલંકીના માર્ગદર્શન હેઠળ આઇ.યુ.એસ.સી.ન્યુ દિલ્હી ખાતે ઉપલબ્ધ પાર્ટીકલ એકસલેટર ઉપયોગથી પ્રતિકારક સ્વીચીંગ ટેકનોલોજી ઉપર નોંધપાત્ર સંશોધન કરેલ છે. રાઠોડને ભારતની પ્રતિષ્ઠિત પાર્ટીકલ એકસલેટરની સંસ્થાન આઇ.યુ.એસ.સી., ન્યુ દિલ્હી મારફત બે વર્ષ પહેલા સંશોધન પ્રકારે માટે અનુદાન મળેલ છે. વિશ્વભરમાં પાર્ટીકલ એકસલેટર અને ટેકનોલોજી ક્ષેત્રના વૈજ્ઞાનીકોનો મેળાવડો અમેરીકાના મીસીંગન રાજય ખાતે યોજાવાનો છે. તેમાં રાઠોડના (આયન બીમ ઇરેડીયેડ ફિલ્મનું પ્રતિકારક સ્વીચીંગ માટે સ્પ્રેકટ્રોસ્કોપીક સંબંધો) સંશોધન પત્રને રજુ કરવા આમંત્રણ પાઠવેલ છ.ે

રાઠોડે જણાવેલ કે, પ્રતિકારક સ્વીચીંગ એ ઇલેકટ્રીક ક્ષૈત્રોમાં મેમરી સ્ટોરેજ માટે ઉપયોગી છે પ્રતિકારક મેમરી ડીવાઇસ (આરઆરએએમ) સ્ટોરેજ કલાસ મેમરીની અનુભુતિ માટેના સંભવિત ઉમેદવારોમાંનું એક છે તે ઝડપી ઓછા વીજ વપરાશ માટે ઉપયોગી છે આ બધી લાક્ષણિકતાઓ આયન બીમ (પાર્ટીકલ્સ ધોધ) ઇરેડીયશેન દ્વારા સુધારી શકાય છે. જેને લીધે ઇલેકટ્રોનીકસ ડીવાઇઝ હજુ ઘણી ઝડપી અને ઓછાં સમયમાં કાર્યશીલ બને છ.ે પ્રતિકારક સ્વીચીંગ ટેકનોલોજી અને પાર્ટીકલ એકસલેટરની મદદથી પદાર્થોના ગુણધર્મોમાં ઇચ્છીત ફેરફારો થકી ૧ સેકન્ડમાં કરોડો સંખ્યાનું સ્ટોરેજ કરી શકાય તે પ્રકારે વિજાણુશાસ્ત્રના યંત્રોની મેમરી ડીવાસીઝ બનાવવી શકય છ.ે

અમેરિકા ખાતે યોજાનારા ઉપરોકત કોન્ફરન્સમાં પાર્ટીકલ એકસલેટરમાં સંશોધન કરતા યુવા સંશોધકો, ટોચનાં વૈજ્ઞાનીકો, એકસલેટર ઉદ્યોગનાં ઇજનેરો વગેરે ઉપસ્થિત રહી ૬ દિવસ જ્ઞાનનું આદાન-પ્રદાન કરવાનાં છ.ે જેમાં ટેકનોલોજીના વિકાસમાં ઉપયોગી 'કોલોબ્રેશન'ના નવા રસ્તાઓ શકય બનશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવા સંશોધક ડો. કૃણાલસિહ રાઠોડને તેમનાં સંશોધન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, ભૌતિકશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પ્રો.મિહીરભાઇ જોષી, પ્રો. હિરેનભાઇ જોષી, પ્રો.નિકેશભાઇ શાહ, ડો. પિયુષભાઇ સોલંકી, ડો. કેવલ ગદાણી, ડો. દેવિત ધૃવ, ડો. વેંકટેશ ડી.વગેરેએ અભિનંદન પાઠવેલ છ.ે

(4:13 pm IST)