Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મવડી મેઇન રોડ ઉપર ર૧ ફુટના હિંડોળા દર્શન

શકિત યુવા ગ્રુપના પરિવારના સભ્યો દ્વારા જન્માષ્ટમીનું સતત ૧પમાં વર્ષે આયોજન

સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મટકી ફોડ, રાસ ગરબા, પ૬ ભોગ અન્નકોટ તેમજ એક કિ.મી. સુધી રોશનીનો ઝળહળાટ

રાજકોટ,તા.૨૦: સમગ્ર શહેરમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે ત્યારે મવડી રોડ પર શકિત તુવા ગ્રુપ દ્વારા સતત ૧૫માં વર્ષે આયોજન કરવામાં આવતા જન્માષ્ટમી મહોત્સવની પણ જોશભેર ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ અંગે શ્કિત યુવા ગ્રુપનાં  શૈલેષભાઈ ડાંગરે જણાવ્યુ હતુ કે, આ ઉજવણીમાં દર વખતની જેમ ૨૧ ફૂટના હિંડોળા દર્શન કનૈયાના જન્મ સુધી એટલે કે આઠમ સુધી ભકતો એનો લાભ લઇ શકશે. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જેમકે મટકી ફોડ, રાસ ગરબા, ૫૬ ભોગ અન્નકોટ તેમજ એક કિ.મી. સુધી રોશનીનો ઝળહળાટનું આયોજન કરવામાં આવેલ છે.

શકિત યુવા ગ્રુપના માર્ગદર્શક રાજયના મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ ભાજપ નેતા નીતિનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચો પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, શહેર ભાજપ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરિભાઈ ડાંગર, મવડી પ્લોટના પૂર્વ કોર્પોરેટરો હરિભાઈ ડાંગર, કોર્પોરેટર નીતિનભાઈ રામાણી, રાજુભાઈ બોરીચા, ભીખાભાઈ વસોયા, કાન્તીભાઈ દ્યેટીયા, અશ્વિનભાઈ પાંભર, સુરેન્દ્રસિંહ વાળા, દિનેશભાઈ ટોળીયા, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટીયા, શહેર મંત્રી દિવ્યરાજસિંહ ગોહિલ, જગદીશભાઈ અકબરી (એસ.એસ.મીઠાઈ), વોર્ડ પ્રમુખ હસમુખભાઈ ચોવટિયા, મહામંત્રી પ્રવિણભાઈ રાઠોડ, યોગેશભાઈ ભુવા, પૂર્વ મહામંત્રી સંજયસિંહ વાઘેલા, માલવિયાનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી ચુડાસમા , પી.એસ.આઈ. શ્રી જોગરાણા, પી.એસ.આઈ. શ્રી ખાચર, તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહેશે. 

આયોજનમાં શકિત યુવા ગ્રુપના  અશોકભાઈ ભરવાડ, શૈલેષભાઈ ડાંગર, જગદીશભાઈ અકબરી (એસ.એસ.મીઠાઈ) મુન્નાભાઈ ભરવાડ, પ્રફુલભાઈ કગથરા, આશિષ પટેલ, જાનીભાઈ, મહાવીરભાઈ ખુમાણ, બાલાભાઈ વાંજા, સુરેશભાઈ રાઠોડ રમેશભાઈ બાલસરા, નવનીતભાઈ જાદવ, અશ્વિનભાઈ જળુ, વિજયભાઈ વીરડીયા, અજીતભાઈ ડાંગર, શકિત યુવા ગ્રુપની સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે .

(4:19 pm IST)