Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મ્યુ.કોર્પોરેશન તથા રેડક્રોસ બ્લડ બેંક દ્વારા સગર્ભા બહેનો માટે વિનામુલ્યે થેલેસેમીયા ટેસ્ટ કેમ્પ યોજાયો

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશન તથા રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા સગર્ભા બહેનો માટે વિનામુલ્યે થેલેસેમીયા ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ઼ હતું. આ કાર્યક્રમનું દીપ પ્રાગટય મેયર બીનાબેન આચાર્ય તથા રાજકોટ મહાનગર પાલીકા આરોગ્ય સમીતી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમમાં રાજકોટ મહાનગર પાલીકા સંચાલીત આરોગ્ય કેન્દ્રના કુલ ર૧ જેટલા લેબોરેટરી ટેકનીશીયનો દ્વારા તમામ સગર્ભા બહેનોનો થેલેસેમીયા ટેસ્ટ કરવામાં આવેલ. તેમજ તમામ બહેનોને થેલેસેમીયા જેવા ગંભીર રોગને અટકાવવા માટેની સમજ આપવામાં આવેલ. રાજકોટ મહાનગર પાલીકા તથા રેડક્રોસ સોસાયટી દ્વારા આ ટેસ્ટ તદન ફ્રીમાં કરવામાં આવેલ છે. કાર્યક્રમના અંતે કામગીરી કરનાર તમામ લેબોરેટરી ટેકનીશીયનોને મેયર બીનાબેન આચાર્ય આરોગ્ય સમીતી ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડો.દીપક શેઠ ચેરમેન ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, ડો. ભપ્પલ વાઇસ ચેરમેન ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી તથા ડો. હિરેન વિસાની આર.સી.એસ.ઓ. ધી અર્બન હેલ્થ સોસાયટી દ્વારા સર્ટીફીકેટ તથા શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ.

(4:06 pm IST)