Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

દહેજના ૫૦ હજારમાંગી કુલસુમબેન જામને જામનગરમાં સાસુ,નણંદ, દીયર,દેરાણીનો ત્રાસ

સાસુ સકીના,નણંદ રોશન,દિયર રફીક, દેરાણી રેશ્મા સામે ગુનો

રાજકોટ તા.૨૦: શહેરના ઢેબર રોડ પર ઢેબર કોલોની કવાર્ટરમાં માવતર ધરાવતી મુસ્લીમ મહલિાને માવતરેથી દહેજના ૫૦ હજારાંગી સાસુ, નણંદ,દિયર,દેરાણી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ઢેબર રોડ પર ઢેબર કોલોની કવાટર નં.૧૫૬માં માવતરના ઘરે રહેતા કુલસુમબેન બસીરભાઇ જામ (ઉ.વ.૪૦)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જામનગર સંજરી ચોક ગુલાબનગર શેરી નં.૨માં રહેતા સાસુ સકીનાબેન હુસેનભાઇ જામ, નણંદ રોશન હુસેનભાઇ જામ, દિયર રફીક હુસેનભાઇ જામ અને દેરાણી રેશ્મા રફીકભાઇ જામનાનામ આપ્યા છે. કુલસુમબેને ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે જામનગર સંજરી ચોક ગુલાબનગર શેરી નં.૨માં પતિ,સાસુ,દિયર દેરાણી સાથે સંયુકત કુટુંબમાં રહેતા હતા. સંતાનમાં એક પુત્ર અને બેપુત્રી છે પહેલા નણંદની સોનાની વસ્તુ ખોવાય ગયેલ જે બાબત ને લઇ નણંદ રોશન અવારનવાર પોતાને આ બાબતે મેણા ટોણા મારી તથા આ બાબતે સાસુ સકીનાબેન પણ નંણદનો સાથ આપી અવારનવાર પોતાની સાથે ઝઘડો કરતા હતા. તથા દિયર રફીક અને દેરાણી રેશ્મા પણ તેઓનું ઉપરાણુ લઇ પોતાને માનસીક રીતે હેરાન કરી મારમારતા હતા. તેમજ દીયર રફીકને પૈસાની જરૂરીયાત હોઇ તેથી પોતાને પીયરમાંથી રૂ.૫૦ હજારનું દહેજ કંઇ આવેલ નથી' તારા પીયરમાંથી લઇ આવ તેમ કહી દીયર અને દેરાણી અવાર નવાર પૈસાની માંગણી કરતા હતા. સાસુ, નણંદ, દિયર અને દેરાણીના શારિરીક અને માનસીક ત્રાસ નાકારણે પોતે તા.૧૮ના રોજ ભાઇ સાથે રાજકોટ પીયરમાં આવ્યા હતા. સાસરીયાઓના આ ત્રાસના કારણે પોતાને લાગી આવતા પોતે ફીનાઇલ પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે મહિલા પોલીસ મથકમાં કુલમુખબેને ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એન.બી.ડાંગરે તપાસ હાથ ધરી છે.

રાણપુરમાં પટેલ પરિણીતાને ત્રાસ

કોઠારિયા રીંગ રોડ પર રણુજા ધામ સોસાયટી શેરી નં.૫માં માવતરના ઘરે આવેલ નીકીતાબેન તુષારભાઇ વેકરીયા (ઉ.વ.૨૩)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતાના ત્રણ વર્ષ પહેલા નવાગામ પાસે રાણપુરમાં રહેતા વાઘજીભાઇના દીકરા તુષાર સાથે લગ્નથયા હતા. લગ્ન બાદ પોતે પતિ તુષાર, સસરા વાઘજીભાઇ ડાયાભાઇ વેકરીયા, સાસુ જયાબેન વેકરીયા અને દિયર સ્મીત વેકરીયા સાથે સંયુકત કુટુંબમાં રહેતી હતી. લગ્નના બે થીત્રણ દિવસમાં પોતાના સાસુ સંભળાવતા કે 'તુતારા માવતરના ઘરેથી કાંઇ વસ્તુ લઇને નથી આવી' તેમ મેણા ટોણા મારતા અને કહેતા કે તારામાવતરના ઘરેથી પૈસા લઇ આવ અને પતિ પણ સાસુ,સસરા કહે તેમ કરતો હતો. અને નાનીનાની વાતમાં ઝઘડો કરી ગાળો આપી મારકુટ કરતો હતો અને દોઢેક માસબાદ પતિ-પત્ની બંને રાજકોટ રહેવા આવ્યા હતા. ત્યારે પણ સાસુ અને દિયર ઘરે અવારનવાર આવતા જતા હોઇ અને પતિ તુષારને ચઢામણી કરતા અને કહેતા કે 'તારે તારી પત્ની પાસે પહેલા ઘરકામ કરાવવાનું અને તેને માવતર મોકલી દેવાની તેમ ચઢામણી કરતા પતિ ઝઘડો કરતો હતો. અને માવતરે આંટો મારવા જવાનું કહી તે પોતાને માળવરે મુકી જતો બાદ તેડવા પણ આવતો નહી બાદ પોતે પોતાના ઘરે આવે ત્યારે પતિ ઝઘડો કરતો હતો. ત્યારબાદ ભીમ અગીયારસમાં પોતે માવતરે આંટો મારવા ગયા બાદ પતિ તેડવા ન આવતા વડીલો દ્વારા સમાધાન કર્યુ હતું. ત્યારબાદ પણ પતિ શારિરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ કરતા મહિલા પોલીસ મથકના પીએસ આઇ એન.બી ડાંગરે તપાસ હાથ ધરી છે.

(3:10 pm IST)