Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

સતાધારના મહંત પૂ. જીવરાજ બાપુના અવસાનથી સૌરાષ્ટ્રને દિવ્ય સંતની ખોટ

મ્યુ. કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટ : સત્ત્।ાધારના સંત પૂ.જીવરાજ બાપુના દુઃખદ અવસાન બદલ શ્રધ્ધાંજલી પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તથા દંડક અજયભાઈ પરમાર જણાવે છે કે, સત્ત્।ાધારના પાવન તીર્થધામ આપાગીગાની દિવ્ય જગ્યાના સંત જીવરાજ બાપુના દેહવિલયથી ઊંડા દુઃખની લાગણી અનુભવે છે.

પૂ.જીવરાજ બાપુ બાલ્યાવસ્થાથી જ સત્ત્।ાધારમાં હતા. ૩૫ વર્ષથી સત્ત્।ાધારની જગ્યામાં ભકિતભાવમાં લીન રહી સદાય સેવારત રહ્યા હતા. તેઓ ૯૦ વર્ષની ઉંમરે પણ સતત કાર્યરત હતા. સત્ત્।ાધારની જગ્યામાં શ્યામદ્યાટ, જીવરાજ ભુવન, જગદીશ ભુવન જેવા પ્રકલ્પોને આકાર આપ્યો હતો. તેમજ ચોવીસ કલાક સાધુ સંતો અને ભકતો માટે અવરિત અન્નક્ષેત્ર કરેલ.

તેઓના દુૅંખદ અવસાનથી એક દિવ્ય સંતની ખોટ સદા ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતીને રહેશે.

(3:09 pm IST)