Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મલ્હાર લોકમેળો લૂટંમેળો ન બને તે જોજો દરેક બાબતે કડક પગલાં ભરોઃ કોંગ્રેસનું આવેદન

કોર્પોરેટર અતુલ રાજાણી અને આગેવાનોની કલેકટરને રજુઆત

લોકમેળા અંગે કોંગ્રેસ આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું ત્યાર ની તસ્વીર

રાજકોટ,તા.૨૦: કોંગ્રેસ કોર્પોરેટર અતુલ રાજાણી અને અત્યારએ કલેકટરને આવેદન પાઠવી. મલ્હાર લોકમેળોએ લૂંટમેળો ન બને તે બાબતે કડક પગલાં ભરવા માંગણી કરી હતી. આ વર્ષ 'મલ્હાર'લોકમેળાના નામથી યોજાનાર આ મેળામાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લાખો પરીવાર સાથે મેળાની મોજ માણશે ત્યારે દર વર્ષની જેમ મેળામાં રાત્રે ભીડ સમયે  ખાણી -પીણી  અને ફજર ફાળકા, ચકરડી સહિતના સ્ટોલ ધારકો દ્વારા ખુલ્લી અને ઉઘાડી લૂંટ થતી હોય છે.અને લોકમેળા એ લૂંટ-મેળો બની જાય છે. આઇસ્ક્રીમના સ્ટોલ ઘારકો પણ પ્રિન્ટ કરતાં બમણાં ભાવો પડાવે છે. ત્યારે મેળામાં સપરિવારલોકો લુંટાઇ નહિં તે માટે આપશ્રી તંત્રને એલર્ડ રાખી પગલાં ભરવા શહેર કોંગ્રેસના આગેવાનોની અપીલ છે.

મેળાની શીફટમાં ફરજ પરના અધિકારીઓ સ્ટોલમાં કે કંટ્રોલરૂમમાં જ બેસી રહે છે. તોલમાપ અધિકારીને અને જવાબદાર અધિકારીઓને ફરજીયાત કેસો કરવાના ટાર્ગેટ આપો.મેળાની ચોતરફ ગેરકાયદેર પાર્કીગ કરાવી લોકો પાસેથી લુખ્ખાથગીરી કરી પાર્કીગના નામે ઉઘરાણાં કરાતાં હોય છે જે મહાનગરપાલીકાની અને ખાનગી માલિકીમાં પાર્કીગના નામે બેફામ ભાવો પડાવી ઉઘાડી લૂંટ બંધ કરાવવી જરૂરી છે.ખાણી- પીણીના સ્ટોલ ઘારકો માટે ડસ્ટબીન ફરજીયાત જેમાં જૈવીક કચરો-સુકો કચરો અલગ-અલગ રાખવાનું ફરજીયાત બનાવો. ફુડ લાયસન્સ ન હોગ તેનું કડક ચેકીંગ કરી ઓન ધ સ્પોટ નિયમ મુજબ ફી વસુલી ફુડ લાગસન્સ આપવું જરૂરી છે. ચકરડી, રાઇડસ, ખાણી-પીણીના સ્ટોલ ઘારકો દ્વારા મેળાની મોજ માણનારા તમામ લોકોને દેખાય તે પ્રકારે ભાવો મોટા અક્ષરોથી લખાવો.

આવેદનપત્ર દેવામાં આગેવાનો દિલીપ આસવાણી, ગજેન્દ્રસિંહ ઝાલા, અતુલ રાજાણી, ભાવના ઝાલા, ચંદ્રેશ રાઠોડ, હિતેષ બગડાઇ, યોગેસ માખેયા, કનકસિંહ જાડેજા, જીજ્ઞેસ વાગડીયા, સહલાબેન પાટડીયા, હંસાબેન સાપરીયા, નામજીભાઇ ડોડીયા, હિંમતભાઇ લાબડીયા, ગૌરવ પુરીહા, ઋત્વીક ગોસ્વામી ,યશંવત જનાણી વિગેરે જોડાયા હતા.

(3:08 pm IST)