Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

મનિષ કારમાં ૧૨૦ નંગ બીયર સાથે પકડાયોઃ નવલગીરીના ઘરમાંથી ૫૦ બોટલ દારૂ કબ્જે

થોરાળા પોલીસ મથકના બી.જે. જાડેજા, રોહિત કછોટ અને સહદેવસિંહની બાતમી પરથી તથા ભકિતનગર પોલીસના રણજીતસિંહ અને ભાવેશભાઇની બાતમી પરથી રામનગર તથા ન્યુ સાગર સોસાયટીમાં દરોડા

રાજકોટ તા. ૨૦: થોરાળા પોલીસે બીયરના ટીનનો જથ્થો ભરેલી મારૂતિ વાન સાથે એક શખ્સને પકડી લીધો હતો.

૮૦ ફુટ રોડ પર આંબેડકરનગર-૭ના ખુણે રહેતો મનિષ અમૃતભાઇ ગોહેલ (ઉ.૨૬) નામનો શખ્સ જીજે૩કે-૦૫૬૧ નંબરની મારૂતિ વેનમાં બીયરના જથ્થા સાથે રામનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયા-૧ના ખુણા પાસે રોનક વેલ્ડીંગ નજીક ઉભો હોવાની બાતમી એએસઆઇ બલભદ્રસિંહ જી. જાડેજા તથા કોન્સ. રોહિત કછોટ અને સહદેવસિંહને મળતાં વેનની તલાશી લેતાં અંદરથી માઉન્ટસ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરના ૧૨૦ ટીન રૂ. ૧૨૦૦૦ના મળતાં તે તથા ૨૦ હજારની વેન કબ્જે કરી ચાલક મનિષ ગોહેલની ધરપકડ કરી હતી. પી.આઇ. બી.ટી. વાઢીયાની રાહબરીમાં એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, કોન્સ. વિજય મેતા, દિપક ડાંગર, નરસંગભાઇ ગઢવી, આશિષભાઇ, કનુભાઇ, આણંદભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ ન્યુ સાગર સોસાયટી-૩માં રહેતાં નવલગીરી બટુકગીરી ઉર્ફ કાંતિગીરી ગોસ્વામીના ઘરમાં દરોડો પાડી રૂ. ૨૫ હજારનો ૫૦ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. આરોપી નવલગીરી ઘરમાં હાજર ન હોઇ તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં ટીમના પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, મહેન્દ્રસિંહ ડોડીયા, રણજીતસિંહ પઢારીયા, દેવાભાઇ ધરજીયા, દિવ્યરાજસિંહ ઝાલા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા, હિતેષભાઇ અગ્રાવત, રાજેશભાઇ ગઢવી, મનિષભાઇ શિરોડીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી પકડી લેવાયો હતો.

(1:21 pm IST)