Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાજકોટમાં પયુર્ષણ પર્વે ૧લી સપ્ટે. ગૂંજશે નવકાર મહામંત્રનો નાદ

રાજકોટ,તા.૨૦: વિશ્રશાંતિ, વિશ્રકલ્યાણ તથા ભાઇચારાની ભાવનાને સાર્થક બનાવવા આગામી તા.૧લી સપ્ટેમ્બરના રવિવારે રાજકોટના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શ્રી પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે સવારે ૬:૩૦ થી ૮ સુધી વર્લ્ડ નવકાર ડેની ઉજવણી અંતર્ગત ભવ્યાતિભવ્ય મહાપ્રભાવક, ચમત્કારીક શ્રી નવકાર મહામંત્રના જાપનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. મુખ્ય આયોજકો ઉપરાંત રાજકોટના સમસ્ત જૈન સમાજના ચારેય ફીરકાઓ, જૈન સંઘો  સહયોગી બની રહ્યા હોવાનું જૈનમ ગ્રુપ, જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશન સૌરાષ્ટ્ર રીજીયન અને સાંજ સમાચાર દૈનિકના અગ્રણી સર્વશ્રી જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, કરણભાઈ શાહ, મનીષભાઈ દોશીએ જણાવ્યું હતું.

રાજકોટના સ્થાનકવાસી તથા દેરાવાસીના  ઉપાશ્રયોમાં બિરાજમાન સાધુ-સાઘ્વીજી ભગવંતો તથા ભારતભરમાં બિરાજમાન સાધુ-સાધ્વીજી, આચાર્યભગવંતોની પ્રેરણા અને કૃપાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આરાધનામાં અન્ય સમાજના આગેવાનો, અગ્રણીઓ તથા સાધુ-સંતોને આમંત્રીત કરાશે.

આયોજન અંતર્ગત અલગ-અલગ વિસ્તારો પરથી બસની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સોનમ કવાર્ટઝના જયેશભાઇ શાહ તરફથી દિવાલ ઘડીયાલ પ્રભાવનામાં અપાશે.

વધુ  માહિતી સંપર્ક માટે મો.૯૮૨૪૬ ૫૦૫૦૧ અને ૯૮૨૫૨ ૨૪૬૮૦ ઉપર સંપર્ક કરવો.

(11:32 am IST)