Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

રાજકોટના ASI અને કોન્સ્ટેબલ અપમૃત્યુ કેસ :ASI વિવેક કુછડીયા સસ્પેન્ડ

ખુશ્બુના ફ્લેટે બીજું હથિયાર વિવેક કુછડીયાનું હોવાનું ખુલતા પોલીસ કમિશનરની કાર્યવાહી

રાજકોટના બહુચર્ચિત મહિલા એએસઆઇ અને કોન્સ્ટેબલના અપમૃત્યુ મામલે ASI ખુશ્બુના ઘરેથી મળેલ બીજુ  હથિયાર એએસઆઇ વિવેક કુછડીયાનું હોવાનું ખુલતા પોલીસ કમિશ્નરે ASI વિવેક કુછડિયાને સસ્પેન્ડ કર્યો છે.

   ખુશ્બુના ફલેટમાંથી વધુ એક સર્વિસ રિવોલ્વર મળી આવી હતી. જે વિવેક કુછડીયાની હોવાનું બહાર આવતા તેની સામે તપાસના આદેશ અપાયા હતા. જેમાં તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.કુછડિયાને સસ્પેન્ડ કરાતા સમગ્ર પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.

 પોલીસની તપાસમાં બનાવની રાત્રીના વિવેક કુછડીયા સાથે ફરજ બજાવતા એએસઆઇ ખુશ્બુનાં ઘરે ગયો હતો. ત્યાં તેની સર્વિસ રિવોલ્વર ભુલી ગયો હતો. ત્યારે ફરજ દરમિયાન બેદરકારીને લઇને વિવેક કુછડિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત મુજબ બનાવની રાતે રવિરાજસિંહ, ખુશ્બુ, વિવેક અને તેની પત્ની આવાસ ક્વાર્ટરની બાજુમાં આવેલી આઇડીબી રેસ્ટોરામાં જમવા ગયા હતા અને પાછા ફર્યા પછી રાતે 11.30 આસપાસ સુધી ચારેય વચ્ચે હસી મજાક ચાલી હતી. એએસઆઇ કુછડીયા ગયા પછી રવિરાજસિંહ કાલાવડ રોડ આશાપુરા હોટલે પાનની કેબિનેથી ચીજવસ્તુ લઇને ફરી ફ્લેટ પર પહોંચ્યા હતા. જે બાદ સમગ્ર ઘટના બની હતી

(11:25 pm IST)