Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

યુ ટ્યુબ પર ચેનલ 'રાજકોટબ્લૂઝ' થકી સંગીતના શોખીનોને ઘેલુ લગાડી રહ્યા છે રાજકોટના ૩ યુવા કલાકારો ગાથા, કવન અને ધૈર્ય

તાજેતરમાં અપલોડ થયેલા બે નવા ગીતો વરસાદનું ગીત 'છાઇ રે છાઇ' તથા મોડર્ન હિપહોપ 'તું-લવ એન્થમ' ગીત યુવાઓમાં બન્યા ખાસ્સા લોકપ્રિય

રાજકોટ તા. ૧૯: દેશ-દુનિયામાં સંગીત ક્ષેત્રે અસંખ્ય બેન્ડ પોતપોતાની રીતે ગીત-સંગીતના શોખીનો સમક્ષ પોતાની કલા પીરસી રહ્યા છે. દિવસ ઉગે ને નવા સંગીતકાર, ગાયક કલાકારો સામે આવે છે. આ ફિલ્ડ આજે એનકગણુ વિકસી ગયું છે. અહિ મહેનત કરનારાઓ માટે નામ અને દામ બંને ઉપલબ્ધ છે. અંગ્રેજી, હિન્દી, પંજાબી અને બીજી અનેક ભાષાઓમાં જુદા-જુદા પ્રકારના ગીતો બનતા રહે છે અને લોકપ્રિય થતાં રહે છે. ત્યારે ગુજરાતના અને એ પણ રાજકોટના કોઇ યુવાઓ સંગીત ક્ષેત્રે કંઇક નવું કરવાનો પ્રયાસ કરે અને સંગીત શોખીનોને કર્ણપ્રિય ગીતો આપે તો તે દરેક ગુજરાતીઓ માટે ગોૈરવની વાત ગણી શકાય.  રાજકોટ શહેરના આવા જ ત્રણ યુવાઓ છે જેણે યુ ટ્યુબ પર શરૂ કરેલી 'રાજકોટબ્લૂઝ' નામની ચેનલ સંગીત પ્રેમીઓમાં ખાસ્સી લોકપ્રિય બની છે. આ ચેનલના ત્રણ યુવા કલાકારોએ હાલમાં જ બે નવા ગીતો જેમાં વરસાદનું ગીત 'છાઇ રે છાઇ' તથા મોડર્ન હિપહોપ આરએન્ડબીમાં બનાવેલું 'તું-લવ એન્થમ' ગીત યુવાઓમાં ખુબ લોકપ્રિય બન્યા છે.

'રાજકોટબ્લૂઝ' રાજકોટના ત્રણ સંગીતપ્રેમી યુવાનો દ્વારા શરૂ કરાયેલી યુટ્યુબ ચેનલ છે જેમાં ખાસ કરીને ગુજરાતી ગીતોને નવી શૈલી નવા સંગીત સાથે યુવાપેઢીને પસંદ પડે તે શૈલી રજુ કરવાની કોશીશ કરી વિસરાયેલા ગીતોને જીવંતતા આપવાનો પ્રયાસઙ્ગ કર્યો છે. આજથી બે વર્ષ પહેલા ગાથા પોટા, કવન પોટા અને ધૈર્ય રાજપરાએ આ ચેનલ શરૂ કરી હતી. જેમાં અવનવા જોનરના માણવા લાયક ગીતો જેમ કે rock,hip-hop, jazz, blues, symphony , ગરબા વગેરેનો સમાવેશ થાય છે.

કોણ છે આ ત્રણ યુવા કલાકારો... જાણીએ થોડુ એમના વિશે

ગાથા પોટા...આ એવી ગાયીકા છે જેનેે સંગીત કળાનો વારસો જન્મથી જ મળ્યો છે.  શૈક્ષણિક કારકિર્દી ઉજ્જળ હોવા છતા સંગીતને પ્રાધાન્ય આપી કલાને પોતાનું જીવન બનાવ્યું છે. હાલમાં તેઓ આ કલાને વધુ સારી રીતે આત્મસાત કરવા સંગીત તજજ્ઞ શ્રીમતી પિયુબેન સરખેલ પાસેથી ગાયનની તાલીમ પણ લઈ રહ્યા છે અને સુગમ સંગીતમાં ગાર્ગી બેન વોરાનું માર્ગદર્શન લઈ રહ્યા છે. તાજેતરમાં બિગ ગોલ્ડન વોઇસ કોમ્પીટીશનમાં શ્રી સોનુ નિગમ દ્વારા ભારત ના ટોપ ૧૦ ગાયકો માં ગાથા પોટા પસંદ થયા હતા. છે ને ગોૈરવની વાત?

ડો.કવન પોટા- તેઓ વ્યવસાયે તબિબ હોવા છતાં સંગીતના મળેલા વારસાને અનુસરતા rajkotblues માં નીવડેલા સ્વરકાર તરીકે અહમ સ્થાન ધરાવે છે અને બહેન ગાથા પોટાની સાથે તે પણ એક સંગીતના જીવ તરીકે કાર્યરત છે. જેમણે સંગીત તજજ્ઞ શ્રીઙ્ગ કાંતિભાઈ સોનછત્રા પાસેથી ટૂંકી પણ મહત્ત્વની તાલીમ મેળવી છે.  રાજકોટ ખાતે ડો. કવન પોટા પોતાની હોમોયોપેથીક કિલનિક ચલાવી દર્દીઓને સાજા કરે છે તો બીજી તરફ સંગીત-ગાયકી થકી સંગીતના શોખીનોને પણ મોજ કરાવી રહ્યા છે.ઙ્ગ

ધૈર્ય રાજપરા-ખુબ નાની ઉંમરમાં જ ર્ધેર્યનો સંગીત સાથેનો નાતો રહ્યો છે. એમ કહી શકાય કે સંગીત વારસામાં મળ્યુ઼ છે. પિતા પાસેથી ગિટાર વગાડતા શીખ્યા અને સંગીતને પોતાની આત્મ ખોજ તરીકે સ્વીકારી લીધું. લીડ તરીકે અનેક શોઝ કરી ચૂકયા છે અને rajkotbluesમાં ઓડિયો એન્જીનીયરીંગનું  કાર્ય તે સફળતાપુર્વક કરી રહ્યા છે. આ ઉપરાંત ધૈર્ય સંગીત તજજ્ઞ શ્રીમતી પિયુબેન સરખેલ પાસેથી ગાયનની તાલીમ પણ લઈ રહ્યા છે.

Rajkotbluesમાં સિનેમેટોગા્રફી અને વિડિયો પ્રોડકશનનું કાર્ય ખૂબ સુંદર રીતે હિરેન સોની કરી રહ્યા છે તેમજ ઓડિયો મિકસીંગ માસ્ટરીંગ હર્ષ પોટર કરી રહ્યા છે

 Rajkotbluesના કલાકારો ગુજરાતી ગીતોની જીવંતતાની સાથે આજની યુવા પેઢીને ગમે તેવા નવા કવર સોંગ તથા પોતાના ઓરીજીનલ ગીતોની પ્રસ્તુતિ પણ કરતા રેહે છે. હાલમાં જ વરસાદી મોસમમાં સંગીતથી ભીંજવી નાખે એવું એક નવું ગીત અને હિપહોપ ગીત અપલોડ કર્યા છે. આ બંને ગીતો યુવાઓમાં ખાસ લોકપ્રિય થયા છે.

નવરાત્રીમાં નવું નઝરાણું

રાજકોટબ્લૂઝના કલાકારો આગામી નવરાત્રી પર કવિ શ્રી તુષાર શુકલની નવી રચના એક અલગ મિજાજથી પ્રસ્તુત કરવાના છે જે ગુજરાતના સંગીતપ્રેમી તમામને  થનગનતા કરી દેશે. રાજકોટના યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા સબસ્ક્રાઈબ કરવા અને rajkotbluesને વધુમાં વધુ  નિહાળવા યુવા કલાકારોએ અનુરોધ કર્યો છે.

(12:50 pm IST)