Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રામાપીર ચોકડીની બંને સાઇડના રોડ ડીવાઇરો કચરાપેટી બન્યા !!બંને સાઇડ સીસીટીવી કેમેરાથી 'રોડ ડીવાઇડર' રક્ષીત કરી શકાય

રાજકોટ : અહીંના ૧પ૦ ફૂટ રીંગ રોડ પર સ્ટર્લીંગ હોસ્પિટલથી આગળ જતા રામાપીર ચોકડી પાસેથી બંને સાઇડ લાખના બંગલા તરફ તથા રૈયાધાર તરફ જતા રોડ પર કોર્પોરેશન સરસ મોટા રોડ ડીવાઇડર બનાવ્યા છે. આ રોડ ડીવાઇડરમાં લાખના બંગલા તરફ થોડા વૃક્ષોના ઉગેલા છે જયારે રૈયાધાર તરફ જતા રોડ ડીવાઇડરમાં સમખાવા પુરતા પણ વૃક્ષો તો નથી વાવ્યા ત્યારે આશરે ૩ ફૂટ પહોળા રોડ ડીવાઇડર્સને શાક-બકાલાની રેકડીવાળાઓએ ત્યાં આસપાસના રહીશો તથા ગેરકાયદે ઉભા રહેતા હતા. આ કચરા પેટી બનાવી દીધી છે. દરરોજ રાત્રે સડેલા શાકભાજી લીંબુ કોબીચ, કારેલા, મરચા આ રોડ ડીવાઇડરમાં નાખી દે છે જયારે સામે જ રહેતા કેટલાક લોકો ગમે તેવા કચરો રોડ ડીવાઇડર માં નાખીને રોડ ડીવાઇડરને કચરા પેટી બનાવી દીધી છે !!

 જયારે રામાપીર ચોકડીથી લાખના બંગલા તરફ જતા રોડ ડીવાઇડરોમાં ત્યાં સામે રહેતા લોકો ૪ કચરા તેમજ એઠવાડ નાખી જતા રહે. છે.

આ કાયમી પ્રશ્નના નિવારણ માટે હાલ રામાપીર ચોકડીએ ટ્રાફિક ભંગ રોડની સીસીટીવી કેમેરા તો લગાવ્યા જ છે પરંતુ બંને સાઇડ વધુ એક એક કેમેરા લગાવી રામાપીર ચોકડીથી લાખના બંગલા તરફ  અને સામે બાજુ રૈયાધાર તરફ રોડ ડીવાઇડર પરફોકસ થાય તેમ સીસીટીવી કેમેરા લગાવી કચરો નાખતા લોકોને અટકાવી શકાશે રૈયાધાર તરફના રોડ પર ગેરકાયદે શાકવાળાનું દબાણ પણ સીસીટીવી કેમેરાથી અટકી જશે.

રામાપીર ચોકડી પાસે શાકવાળા માટે કોર્પોરેશને જગ્યા પર ફાળવી છે છતાં ત્યાં રોડ પર શાકબકાલા વાળા ઉભા રહી ટ્રાફિક અવરોધે છે ત્યાં ચેકીંગ કરી આકરો દંડ લેવો જોઇએ તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે. તસ્વીરમાં રોડ ડીવાડરની દુર્દશા નજરે પડે છે. (તસ્વીરઃ કિશોર કારીયા)

(4:12 pm IST)