Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ટેકનોલોજી યુગના પ્રણેતા અને આધુનિક ભારતના સ્વપ્ન દૃષ્ટા રાજીવ ગાંધીનો જન્મદિન

રાજકોટ : સૌથી નાની વયે દેશનું સુકાન સંભાળનાર, દેશને ર ૧મી સદી તરફ લઇ જનાર, જેમની ચાર-ચાર પેઢીએ એ દેશસેવાનો ભેખ ધારણ કરી, દેશ માટે શહાદત પણ વહોરી એવા ઇન્દિરા ગાંધીના સુપુત્ર અને ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે ર૦મી ઓગષ્ટે જન્મ જયંતિ છે.

રાજીવજીએ કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં મિકેનીકલ એન્જીનિયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વ્યવસાયીક પાયલોટ બન્યા. એરલાઇન્સમાં કારકીર્દીની શરૂઆત કરી, પરંતુ સંજોગોવસાત ૧૯૮૦માં લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઇ આવી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી બન્યા.

૧૯૮૪માં દેશના તત્કાલીન વડાપ્રધાન અને તેઓના માતા શ્રીમતિ ઇન્દીરા ગાંધીના અવસાન બાદ રાજીવ ગાંધી દેશના સૌથી નાની વયના વડાપ્રધાન તથા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ પણ બન્યા. આ બંને પદની જવાબદારી તેઓએ બખૂબી નિભાવી.

યુવા વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધીએ એક મજબૂત રાષ્ટ્ર અને સતત પ્રગતિના પથે દોડતા ર૧મી સદીના ભારતનું સ્વપ્ન સેવ્યું. તેઓએ વિજ્ઞાન, ટેકનોલોજી તથા તેને સંબંધીત ઉદ્યોગો તરફ પૂરતું ધ્યાન આપ્યું. ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેલીકોમ, એરલાઇન્સ અને સુરક્ષા ક્ષેત્રને આયત નીતિ તથા કર રાહતો દ્વારા અગ્રીમતા આપી સ્થાપના કરી. કૃષિક્ષેત્રે ટીસ્યુકલ્ચર હોસ્ટીકલ્ચર પદ્ધિતિ, રાસાયણીક ખાતરો અને દવાઓના કારખાના બિયારણ ક્ષેત્રે ખેડૂતો માટે પાક વિમા યોજના લાવ્યા. સંશોધન વગેરે પ્રોત્સહન આપી.

દેશમાં શિક્ષણનું સ્તર ઉચ્ચુ લાવવા તથા ઉચ્ચશિક્ષાનું આધુનિકરણ અને વિસ્તરણ કરવા ૧૯૮૬માં તેઓએ રાષ્ટ્રીય શિક્ષણનીતિની ઘોષણા કરી એ જ રીતે ર૧ વર્ષના બદલે ૧૮ વર્ષે યુવાનોને મતદાનનો અધિકાર આપતો ઐતિહાસિક કાયદો પણ રાજીવ ગાંધી જ લાવ્યા. વહીવટમાં ગતિશીલતા લાવવા ઇન્સ્પેકટર રાજ ખતમ કરી લાયસન્સ પ્રથા નાબૂદ કરી.

વિદેશનીતિ ક્ષેત્રે ખૂબ સંતુલીત પગલા લઇ ફિલીપાઇન્સ સંઘર્ષ હોય કે સ્વાપો આંદોલન, નામીબિયા સ્વતંત્ર સંગ્રામ સમર્થન તથા આફ્રિકી દેશોની સહાય માટે આફ્રિકી ફંડની સ્થાપનમાં ભારતની પહેલ સુવર્ણ અક્ષરે લખાઇ ગઇ, માલદિવનો વિદ્રોહ તથા શ્રીલંકાની જાતિય સમસ્યાના ઉકેલ માટે સ્વતંત્ર પહેલ કરી સમજૂતિ કરી હિન્દ મહાસાગરમાં અમેરીકા, પાક તથા અન્ય દેશોના હસ્તક્ષેપ ઉપર અંકુશ તો લગાવ્યા, પણ એ સંદેશો આપયો કે ભારત આ વિસ્તારમાં એક અસરકારક શકિત છે જેને વિશ્વની કોઇ તાકાત નજરઅંદાજ ન કરી શકે. જેનાથી વિશ્વમાં ભારતની આગવી ઓળખ ઉભી થઇ.

રાજીવ ગાંધીનું વ્યકિતત્વ સજ્જનતા, મિત્રતા અને પ્રગતિશીલતાનું પ્રતિક હતું. ભારત સરકારે આ દિવંગતનોને 'ભરતરત્ન' જેવા સર્વોચ્ચ સન્માનથી નવાજી થયા શ્રદ્ધાંજલી આપેલ છે.

રાજનેતાને જન્મ જયંતિએ શત્ શત્ વંદન સંભારણુ :

૧૯૮૭ના ભયંકર દુષ્કાળ સમયે તત્કાલીન વડાપ્રધાનશ્રી રાજીવ ગાંધી સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલ ત્યારે જામનગર જિલ્લાના ભાણવડ તાલુકાના સાજડીયારી ગામે ચાલતા રાહતકાર્યની તેઓએ જાત મુલાકાત લઇ મજુરીકામ કરતા લોકોને રૂબરૂ મળી પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી, લોકોના સુખદુઃખમાં સહભાગી બન્યા અને દુષ્કાળ રાહત સહાયપેટે મોટી રકમની જાહેરાત પણ કરી જેનો પ્રત્યક્ષ સાક્ષી આ લખનાર પણ છે.

મનસુખભાઇ કાલરીયા

ઝોન પ્રવકતા-પ્રદેશ કોંગ્રેસ

મો. ૯૪ર૬૯ ૯૪૪પ૦

(4:11 pm IST)