Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ભરવાડ યુવાનના નામે ૪૮ લાખની લોન લઇ કોૈભાંડઃ પગલા ન લેવાય તો બાબુભાઇ મુંધવાનું આત્મવિલોપન

અનેક રજૂઆતો કરી છતાં પરિણામ ન આવ્યું: વધુ એક વખત પોલીસ કમિશ્નરને અરજી

રાજકોટ તા. ૨૦: રણછોડનગર-૩માં પટેલ વાડી પાછળ રહેતાં બાબુભાઇ કાળાભાઇ મુંધવાએ પોલીસ કમિશ્નરને લેખિત અરજી કરી પોતાની સાથે આંધ્ર બેંક દ્વારા છેતરપીંડી કરવામં આવ્યાની ફરિયાદ કરી છે. આ બાબતે એ-ડિવીઝન, બી-ડિવીઝન, ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગરમાં અનેક વખત રજૂઆતો કરી છે છતાં કોઇ કાર્યવહી થઇ નથી. આ બાબતે તાકીદે ન્યાયી કાર્યવાહી નહિ થાય તો પોતે આત્મવિલોપન કરી લેશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

બાબુભાઇ મુંધવાએ રજૂઆતમાં જણાવ્યું છે કે બેંક મેનેજર, સી.એ. તેમજ કૈલાસ મેટલના સંચાલક સામે આક્ષેપો કર્યા છે. આગળ જણાવ્યું છે કે મારો પુતર ઉમેશ (પિન્ટુ) ગામડે રહેતો હતો અને રાજકોટ ધંધો કરવા આવતાં પૈસાની જરૂર પડતાં કિશન નામના એજન્ટ મારફત નિર અંબાણીની સદર બજારની ઓફિસે ગયેલ. જ્યાં નિરવે માયાજાળમાં ફસાવી મારા દિકરાને કટકે-કટકે ૨૮ લાખ આપી ૧૦ ટકા વ્યાજ વસુલી બાદમાં પોતાનું કોૈભાંડ બહાર ન આવે તે માટે થઇ મારા દિકરાના નામે લોન લઇ લીધી હતી અને દિકરાના અંગુઠાના નિશાન લઇ કુલ ૪૮ લાખની લોન બારોબાર લઇ લીધી હતી. આ બાબતે ફરિયાદો કરવા છતાં કાર્યવાહી થઇ નથી. એક ભાજના મહિલા નેતા પણ ફરિયાદ નહિ કરવા ધમકી આપે છે. જો હવે ન્યાય નહિ મળે તો મોત વ્હાલુ કરવું પડશે. તેમ અંતમાં બાબુભાઇએ જણાવ્યું છે. (૧૪.૧૩)

(4:11 pm IST)