Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

હાઉસીંગ લોનમાં પ્રિ-પેમેન્ટની ર ટકાના દરે વસુલ કરેલ રકમ વ્યાજ સહિત ચુકવવા ગ્રાહક ફોરમનો હુકમ

રાજકોટ, તા., ૨૦: ગ્રાહકે હાઉસીંગ ફાયનાન્સ કાુ.ં પાસેથી મેળવેલ લોનને નિયત સમય કરતા વહેલુ ચુકવણું કરે તો તેના પાસેથી વસુલવામાં આવતી ર ટકા (બે ટકા) પ્રમાણેની પ્રિપેમેન્ટ ચાર્જની રકમ ફાયનાન્સ કાુ. વસુલી ન શકે તેવો ગ્રાહક તકરાર નિવારણ ફોરમ (એડી.) રાજકોટ દ્વારા મહત્વનો ચુકાદો ગ્રાહકની તરફેણમાં જાહેર કરેલ છે.

આ અંગેની વધુ વિગત જોઇએ તો રાજકોટ સ્થિત રહેતા શ્રી કલ્પેશભાઇ ભીખાભાઇ સુતરીયાએ ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાયનાન્સ કાુ. પાસેથી તા.૧૬-૩-ર૦૧૭ના રોજ રૂ. રર,પ૬,૮ર૪ની હાઉસીંગ લોન મેળવેલ અને તેઓના પાસે નાણાની વ્યવસ્થા થતા સદરહું  લોનનું પ્રિપેમેન્ટ એક વર્ષ બાદ ફરીયાદીએ મેળવેલ અને બાકી રહેતી તમામ રકમ એકી સાથે ઇન્ડીયા બુલસ હાઉસીંગ ફાયનાન્સ કાું.ને કરી આપતા હાઉસીંગ ફાયનાન્સ કાુ.એ કલોઝર ચાર્જની રકમ મુળ લોનની રકમ ઉપરાંતમાં પ્રિપેમેન્ટ ચાર્જની રકમ રૂ. ૪૪,૦૦પ-૭૦ પૈ. વસુલ કરેલ આ બાબતે ગ્રાહકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા સાથે પત્ર વ્યવહાર પણ કરતા કોઇ નિર્ણય ન આવતા છેવટે રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ સમક્ષ તા.૧૩-૧ર-ર૦૧૭ના રોજ હાઉસીંગ ફાયનાન્સ કાુ. સામે ગ્રાહક સુરક્ષા ધારા ૧૯૮૬ ની કલમ હેઠળ ફરીયાદ કરી હતી.

ફરીયાદી સુતરીયા કલ્પેશભાઇ ભીખાભાઇ ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાયનાન્સ લી. દ્વારા પ્રિપેમેન્ટ ચાર્જની વસુલવામાં આવેલ ર ટકાના ચાર્જની રકમ રૂ. ૪૪૦૦પ-૭૦ પૈસા ફરીયાદ દાખલ થયા તારીખથી વાર્ષિક ૯ ટકા (નવ ટકા) ના ચડત વ્યાજ સાથે વસુલવા હક્કદાર ઠરતા હોય  તેમજ ફરીયાદીને થયેલ માનસીક ુદુઃખ ત્રાસના વળતર પેટે રૂ. ૧૦૦ તથા અરજી ખર્ચના રૂ. પ૦૦ વસુલ મેળવવા હક્કદાર ઠરતા હોય હુકમની તારીખ ૧૬-૮-ર૦૧૮થી દિવસ -૩૦ માં ચુકવી આપવા હુકમ કરેલ છે. જો ફાયનાન્સ કંપની હુકમ મુજબની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો ફરીયાદીએ કાનુની પ્રક્રિયા અનુસરી સદરહું રકમ સામાવાળા પાસેથી વસુલ કરવી.

આ કામમાં ફરીયાદી વતી ઝાલા એસોસીએટસ રાજકોટ વતી એડવોકેટ શ્રી ધર્મેન્દ્રસિંહ વી.ઝાલા, શ્રી કિરણ રૂપારેલીયા, શ્રી પ્રકાશ પંડયા અને શ્રી નિરલ રૂપારેલીયા રોકાયેલ હતા.

(4:09 pm IST)