Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ડાયાબીટીક બાળકો માટે નિદાન કેમ્પ

 ટાઇપ-૧ ડાયાબીટીસ ધરાવતા બાળકો માટે જુવેનાઇલ ડાયાબીટીસ ફાઉન્ડેશન દ્વારા ધર્મજીવનદાસજી હોસ્પીટલ ગુરૂકુળના પ્રાંગણમાં ડાયાબીટીક બાળકોના લાભાર્થે આંખ-દાંત માટેના નિઃશુલ્ક કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ. ગુરૂકુળ હોસ્પીટલના ડોકરોની ટીમ દ્વારા રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છના કુલ પ૦૦ જેટલા બાળ દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરવામાં આવી હતી. આગળની સારવારની સંપુર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. કેમ્પમાં સંસ્થાના ટ્રસ્ટીઓ તથા વોલેન્ટીયરોએ સેવા પુરી પાડી હતી. સંસ્થાના ટ્રસ્ટી અપુલ દોશી એ પ્રેરક વકતવ્ય દરમ્યાન ડાયાબીટીસ સાથે સફળ અને વ્યસન મુકિતનો સંદેશ આપ્યો હતો. એક દાતા દ્વારા દરેક બાળકો અને પરિવારજનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કેમ્પમાં ગુરૂકુળ હોસ્પીટલના ડો. સનાતન જાની, ડો. હર્ષ યાદવ, ડો. દીપશીખા મીતલ, ડો. ભાગ્યશ્રી સાકળીયા, ડો. કુશ પટેલ, ડો. રચના ચોલેરા, ડો. ગોપી શેલડીયા, ડો. રીધ્ધી સખીયા, ડો. રચના સુરાણી, ડો. રાધીકા મારૂ તથા ટેકનીશીયન સ્ટાફ શ્રી અખીલેશ ત્રીવેદી, શ્રી કોમલબેન પાથર તથા શ્રી બીનાબેન ચૌહાણે સેવા આપી હતી.

(4:08 pm IST)