Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

રાજકોટને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નવા પાણીની નજીવી આવક

રાજકોટ,તા.૨૦: શહેરને પાણી પુડતુ પાડતા ત્રણ ડેમોમાં ૦.૦૭ થી ૦.૧૭ ફુટ જેટલી નવા પાણીની નજીવી આવક છેલ્લા ૨૪ કલાકમાં નોંધાય છે. રાજકોટ સીંચાઇ વર્તુળની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટને પાણી પુરુ પાડતા ન્યારી-૧માં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૬ ફુટ જેટલુ નવુ પાણી આવ્યુ છે. જેના કારણે ડેમની સપાટી ૧૭ ફુટે પહોંચી છે. આ ડેમ ૨૫ ફુટે ઓવરફલો થાય છે. ન્યારી-૧ માંથી નવા રાજકોટમાં ૭ થી ૮ વોર્ડમાં પાણી વિતરણ થાય છે.  જયારે ભાદર ડેમમાં ૦.૧૦ ફુટ જેટલુ નવુ પાણી આવ્યુ છે.ડેમની હાલની સપાટી ૨૬.૫૦ ફુટ  છે. આ ડેમ છલકાવવામાં ૮ ફુટનું છેટુ છે. આમ છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયોમાં નવા પાણીની આવક નોંધાય છે.જયારે આજી-૧માં ૦.૦૭ ફુટ નવા પાણીની આવક તથા હાલની સપાટી ૧૬.૪૪ ફુટે પહોંચી છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટને પાણી પુરૂ પાડતા જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઇ છે.

શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોની સ્થિતિ

 ડેમ

નવા નીર ફુટમાં

હાલની સપાટી ફુટમાં

કુલ

ભાદર

૦.૧૦

૨૬.૫૦

૩૪

આજી

૦.૦૭

૧૬.૪૪

૨૯

ન્યારી

૦.૧૬

૧૭

૨૫

(4:07 pm IST)