Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

આમા સ્વચ્છ રાજકોટ કયાંથી થાય ? સફાઇ કામદારોના પ૪૦૦ના સેટઅપ સામે ર૩૦૦ જ છે

સફાઇ કામદારોની ભરતી કરવા માંગ ઉઠાવતા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા

રાજકોટ, તા. ર૦ : મ્યુ. કોર્પોરેશનના વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ સફાઇ કામદારોની સંખ્યા મૂળ સંખ્યા કરતા ઓછી હોઇ સફાઇ કામદારોની ભરતી કરવા માંગ ઉઠાવી છે.

આ અંગે તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગર પાલિકામાં સુત્રો મૂકયા છે કે 'સ્વચ્છ રાજકોટ આપણુ રાજકોટ' જો રાજકોટને સ્વચ્છ રાખવું હોય તો પહેલા સ્વચ્છ રાખનારની ભરતી કરવી જોઇએ. રાજકોટ મહાનગર પાલિકામાં ટોટલ પ૪૦૦ સફાઇ કર્મચારી હોવા જોઇએ આજે કોર્પોરેશન પાસે કાયમી ર૩પ૦ સફાઇ કર્મચારી છે બાકી રહેતા ખાલી જગ્યામાં મિત્ર મંડળો કે જે ભાજપના સભ્યો છે તેમને કામ સોંપી સફાઇ કર્મચારીનું શોષણ કરે છે તેવી જ રીતે ભાજપની સાથે જોડાયેલા કોન્ટ્રાકટરોને કામ આપી તેમા પણ સફાઇ કર્મચારીનું શોષણ થઇ રહ્યું છે ત્યારે અમારી માંગણી છે કે જો રાજકોટને સ્વચ્છ રાખવું હોય તો નવા ભળેલા વિસ્તારો મુજબ તેની ગણત્રી કરવી જોઇએ અને ગણત્રી પછી નવુ સેટઅપ નક્કી કરવું જોઇએ તેવી માંગ તેઓએ ઉઠાવી છે.

(4:04 pm IST)