Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

૨૨મી થી છ દિવસ સ્વાસ્થ્ય સપ્તાહ

ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા આયોજન : સુરતના સ્વાસ્થ્યપ્રેમી પરિવારના ઋષિ કૌશીકજી માર્ગદર્શન આપશેઃ થેલેસેમીયા નિદાન અને રકતદાન કેમ્પ પણ યોજાશે

   રાજકોટઃતા.૨૦, કડવા પાટીદાર કુળદેવી મા ઉમિયાના ધામ ઉમિયા માતાજી મંદિર સિદસરના નેજા હેઠળ   સંગઠન સમીતી રાજકોટ પ્રેરીત શ્રી ઉમિયા મહીલા સંગઠન સમીતી અને રાજકોટ મહાનગરપાલીકાના સંયુકત ઉપક્રમે તા. રર થી ર૮ ઓગષ્ટ બપોરે  ૪ થી ૬:૩૦ કલાકે ગુરૂપ્રસાદ કોમ્યુનીટી હોલ, સ્વામીનારાયણ ચોકથી આગળ ગોંડલ રોડ, ખાતે સ્વાસ્થ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી ઉમિયા મહિલા સંગઠન સમિતિ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં સ્વાસ્થય શિબિરો યોજી જેના ફળ સ્વરૂપે મળેલા લોકપ્રતિસાદ થકી રાજકોટ શહેરના આંગણે સૌ પ્રથમ વખત સ્વાસ્થય પ્રત્યે જાગૃતિ અર્થે લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખી વિનામુલ્યે આ સ્વાસ્થય સપ્તાહનું આયોજન કરાયું છે. દરરોજ અલગ અલગ વ્યાખ્યાનો થકી આયુર્વેદનો પરિચય, પ્રકૃતિ પરીક્ષણ, ડાયાબીટીસ,  વંધ્યત્વ  નિવારણ, શરીરના તમામ દુઃખાવા, હદયરોગ, રોગપ્રતિકારક શકિત, દિનચર્યા, રોગોના ઉદ્ભવ લક્ષણો નિવારણ-સારવાર-અગમચેતીના પગલા, ઘરગથ્થુ જડીબુટી દ્વારા ઉપચારની વિવિધ પધ્ધતીઓ અંગે પ્રશ્નોતરી તથા માર્ગદર્શન વિવિધ વિષયો પર યોજાશે. આ સ્વાસ્થ્ય  સપ્તાહમાં સુરતના સ્વાસ્થ્ય પ્રેમી પરિવારના ઋષિ કૌશીકજી વિવિધ રોગો અંગે માહીતી તેમજ તેમના લક્ષણો અને ઉપાયો અંગે માર્ગદર્શન આપશે. તા. ૨૨ થી ૨૮  દરમ્યાન યોજાનાર આ સ્વાસ્થ્ય સપ્તાહમાં તો ર૩મીના ગુરૂવારે રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન તેમજ પ્રોજેકટ લાઇફ દ્વારા ૧૫ થી ૩૦ વર્ષના અપરણીત લોકો માટે થેલેસેમીયા નિદાન કેમ્પનું આયોજન કરેલ છે, તા.ર૭ ને સોમવારના રોજ બી.ટી.સવાણી કીડની હોસ્પિટલ તેમજ  ઉમિયા પદયાત્રીક  પરિવાર   ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સમારોહમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી,  મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય,   અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સોનલબેન મોૈલેશભાઈ ઉકાણી, શ્રીમતી જયાબેન નાથાભાઈ કાલરીયા, મહિલા સંગઠન સમિતિ સિદસરના પ્રમુખ શ્રીમતી જયશ્રીબેન ટીલવા ઉપસ્થિત રહેશે. આ સ્વાસ્થ્ય સપ્તાહને સફળ બનાવવા માટે સમિતિના સરોજબેન મારડીયા, ભાવનાબેન રાજપરા, રેખાબેન ત્રાંબડીયા, કિર્તીબેન માકડીયા, પારૂલબેન નાર, નીતાબેન ઘોડાસરા, ભાવનાબેન ભાલોડીયા, નીતાબેન સોળીયા, વર્ષાબેન  માકડીયા, નયનાબેન માકડીયા, લલિતાબેન કલોલા, અલ્કાબેન ચાપાણી વગેરે જહેમત ઉઠાવી રહયા છે.  (૪૦.૮)

(3:51 pm IST)