Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

કોંગી કોર્પોરેટર પરેશ હરસોડાને ગેરલાયક ઠેરવી શકાય ? કાનુની માર્ગદર્શન મંગાયુ

રાજકોટ : કોંગ્રેસના બે કોર્પોરેટરો ધર્મિષ્ઠાબા જાડેજા અને પરેશ હરસોડાને જનરલ બોર્ડમાં સતત ૩ વખત ગેરહાજર રહેવા સબબ કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવવા સેક્રેટરીશ્રીએ મ્યુ. કમિશ્નરને કરેલી લેખીત ભલામણ બાદ મ્યુ. કમિશ્નરે ધર્મિષ્ઠાબા જાડેજાને ગેરલાયક ઠેરવવા હુકમ કર્યો છે. જ્યારે પરેશ હરસોડાને ગેરલાયક ઠેરવી શકાય કે કેમ ? તે અંગે કાનુની માર્ગદર્શન મેળવાઇ રહ્યાનું કમિશ્નરશ્રી જાહેર કર્યું છે. કેમકે પરેશ હરસોડાનો રજા રિપોર્ટ હતો. આથી આ બાબતની કાનુની વિગતો ચકાસવી જરૂરી હોઇ હાલ તુરંત પરેશ હરસોડાને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય મોકુફ રખાયો છે. દરમિયાન આજે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપૂત અને કોર્પોરેટર પરેશભાઇએ સેક્રેટરી શ્રી રૂપારેલીયા પાસેથી કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવા બાબતનાં નિયમોની માહિતી મેળવી હતી જે તસ્વીરમાં દર્શાય છે.

(3:27 pm IST)