Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

એસઓજીએ જંગલેશ્વરની અમીના ડોસીને ગાંજા સાથે ઝડપી લીધીઃ એક સાધુ આપી ગયાનું રટણ!

અગાઉ દારૂ વેંચતી, હવે માદક પદાર્થ વેંચવાના રવાડે ચડી ગઇ...: કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, જયંતિગીરી અને ફિરોઝભાઇ રાઠોડની સંયુકત બાતમી

તસ્વીરમાં પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ એચ. એમ. રાણા તથા ટીમ અને ઝડપાયેલી વૃધ્ધા સાથે મહિલા કોન્સ. રેણુકાબેન અને કબ્જે થયેલો ગાંજો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૦: શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ જંગલેશ્વરમાં દરોડો પાડી એક મુસ્લિમ વૃધ્ધાને ગાંજા સાથે ઝડપી લીધી છે. અગાઉ દારૂના ગુનામાં સંડોવાઇ ચુકેલી આ ડોસીએ હવે માદક પદાર્થનો વેપલો શરૂ કર્યો હતો. તે બેડીનાકા તરફથી કોઇ સાધુ પાસેથી આ ગાંજો લઇ આવ્યાનું રટણ કરતી હોઇ તેની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવી છે.

એસઓજીની ટીમના કોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા, જયંતિગીરી અને ફિરોઝભાઇને ચોક્કસ બાતમી મળતાં મહિલા પોલીસને સાથે રાખી જંગલેશ્વર શેરી નં. ૧૮ નુરાની ચોક દેવપરા મેઇન રોડ પર રહેતી અમીના હમીદભાઇ સુણા (ઉ.૬૩)ને જંગલશ્વર રોડ સ્મશાન પાસેથી અટકાયતમાં લઇ તલાશી લેતાં તેની પાસેથી રૂ. ૭૩૮૦નો ૧.૨૩૦ કિ.ગ્રા. ગાંજો મળતાં એનડીપીએસનછ કલમ ૮ (સી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરી રોકડા રૂ. ૫૬૦૦ પણ કબ્જે લેવાયા હતાં.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ નારકોટીકસને લગતી પ્રવૃતિઓ નાબુદ કરવા સુચના આપી હોઇ તે અંતર્ગ એસઓજીના પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ એચ. એમ. રાણા, હેડકોન્સ. વિજયભાઇ શુકલ, મનરૂપગીરી ગોસ્વામી, જીતુભા ઝાલા, ફિરોઝભાઇ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ ગોહિલ, અનિલસિંહ ગોહિલ, ગિરીરાજસિંહ ઝાલા, ગિરીરાજસિંહ જાડેજા, મેહુલભાઇ મઢવી, કૃષ્ણદેવસિંહ ઝાલા, મહિલા કોન્સ. રેણુકાબેન ચોૈધરી સહિતે દરોડો પાડ્યો હતો.

હેડકોન્સ. આર. કે. જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા, મોહિતસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, ધમભા પરમાર, રણછોડભાઇ આલ, હરદેવસિંહ વાળા, વિજયસિંહ જાડેજા સહિતની ટીમ મદદમાં રહી હતી. આગળની તપાસ ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી અને ટીમે હાથ ધરી છે. ઝડપાયેલી અમીના ડોસી અગાઉ દારૂ વેંચતી હતી. હવે ગાંજો વેંચવાના રવાડે ચડી છે. તેણે એસઓજીની પ્રાથમિક પુછતાછમાં ગોળગોળ વાતો કરી હતી. બેડીનાકા પાસેથી એક સાધુ પાસેથી આ ગાંજો લાવ્યાનું રટણ કર્યુ હતું. પણ ત્યાં તપાસ કરતાં કોઇ મળ્યું નહોતું. (૧૪.૯)

 

(10:51 am IST)