Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઓશોના નવા મેગેઝીનો 'યેશ ઓશો, ઓશો વર્લ્ડ, ઓશો ટચ' ઉપલબ્ધ

પરિવર્તનનો પવન ફૂંકી જીવનયાત્રાને સુવર્ણમય બનાવવા થઇ જાઓ તૈયાર, સ્વામી સત્યપ્રકાશજી દ્વારા ૪૪ વર્ષોથી અવિરતપણે વહાવાતી જ્ઞાનગંગા

રાજકોટ : સંબુધ્ધ રહસ્યદર્શી સદગુરૂ ઓશોના અમુલ્ય પ્રવચનો સાંભળવા ખરેખર જીવનના એક લ્હાવારૂપ છે. જેમાં વિવિધ મેગેઝીનો માર્ગદર્શનરૂપ બનાવી અસંખ્ય સાધકોએ જીવનને સુવર્ણમયી બનાવી દીધુ છે. ત્યારે ફરી ઓશોના સાહિત્યરૂપી દરિયામાં જ્ઞાનની ડુબકી લગાવવાનો સમય આવી ગયો છે. ઓશો પ્રવચનો સાંભળી સંભળાવી જીવનયાત્રામાં બદલાવ લાવવા માંગતા માનવીઓ માટે યેશ ઓશો, ઓશો વર્લ્ડ તથા ઓશો ટચ નામના મેગેઝીનો ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે ઉપલબ્ધ કરાવી તથા લોકો સુધી પહોચાડવાની જ્ઞાનગંગા રૂપ યાત્રા છેલ્લા ૪૪ વર્ષોથી સ્વામી સત્યપ્રકાશ દ્વારા અવિરતપણે આગળ ધપાવાઇ રહી છે.

મેગેઝીનોના મુખ્ય કેન્દ્રબિંદુઓ

પુનાથી પ્રકાશીત થતુ માસિક હિન્દી યેસ ઓશો : ઉન મુકત કરે અપને ભીતર સોચી હુઇ પ્રેમ કી શકિત, એ દુનિયાસે માંગતે ફિર રહે હૈ, જીસ કે બિના જીવન સુના લગતા હૈ, ઉનકા ખજાના આપ કે ભીતર પડા હૈ, જાને કી કૈસે પહુચે અપને હી પ્રેમ કે ખજાને તક, પ્રેમ બાહર સે મિલને વાલી બાત નહી, મૈ કે આસપાસ ખડા ભવન પ્રેમ સે અપરિચિત, ગંગા બહને કો તૈયાર બૈઠી હૈ, હમે ભ્રમ હૈ કિ હમ પ્રેમ કો જાનતે હૈ, અકારણ સારે જગત કે પ્રતિ પ્રેમ કા સંચરન, પ્રેમકી ભાષા, તીન સુત્ર કો ખ્યાલમે રખે.

હમારી પ્યારી ધરતી તથા વિશેષ સંપાદકીય લેખ ભીડ પુરી પાગલ હૌકર હી રહેગી યા કોઇ ઉમ્મીદ હૈ ? દિલ્હી થી પ્રકાશીત થતુ માસિક હિન્દી ઓશો વર્લ્ડ : જીવન કા રહસ્ય, તન મન આત્મા કા સ્વાસ્થ્ય, ભીતરી લઇ કી ખોજ, મહામંત્ર કૈસે સુને, જીવન કે દો ઢંગ,  જીવન હી પરમાત્મા હૈ, ધ્યાન ઔર સન્યાસ, રાત્રી ધ્યાન ઔર સંકલ્પ, જીવન કે પ્રતિ આસ્થા, કરૂણા, અહિંસા, દયા, પ્રેમ, ઇશ્વર દર્શન કયા હૈ ? કલ્પના દર્શન ઔર સત્ય દર્શન, મૌલીક ચહેરે કી પ્રમાણીકતા, મેક અપ કા પાખંડ, અંધ વિશ્વાસ ઔર ફેશન કા મનોવિજ્ઞાન, જહા ઝુંક ગયે વહા ભગવાન, ભય પર ધ્યાન દો, રાત્રી ભોજન અનુયાયીઓ કા અહંકાર, ધ્યાન કો જિયો, પ્રેમ છોટે બચ્ચો કો સન્યાસ કયો ?

અમદાવાદથી પ્રકાશીત થતું ભારતનું પ્રથમ ઓશોનું ગુજરાતી મેગેઝીન ઓશો ટચ : શાસ્ત્રથી જેમણે ધર્મ જાણયો, તે બંધનમાં પડયો, બાળક ને વિશ્વાસ નહી, જીજ્ઞાસા શીખવો, આધ્યાત્મિક વિકાસમાં ચરિત્રનું મહત્વ, ગ્રહણશીલતા, સ્વયંને પ્રેમ કરો, આશકિત, હૃદયનું સીધુ વકતવ્ય એટલે કુરાનની પ્રાર્થના, તણાવ અને વિશ્રાંતી, વિશ્રામની અવસ્થામાં પરમજ્ઞાનની પ્રાપ્તી, આકાંક્ષા અને પ્રતિક્ષા જીવન જ માર્ગ છે.

ઉપરોકત મેગેઝીનોના વાર્ષિક મેમ્બર બનવા માટે તથા ઘર બેઠા મેગેઝીનો મેળવવા માટે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી ખાતે રૂબરૂ મળી શકાય છે.(૪૫.૬)

વિશેષ માહિતી માટે સ્વામી સત્યપ્રકાશ મો. ૯૪૨૭૨ ૫૪૨૭૬, રાજનભાઇ સંઘાણી મો. ૯૨૨૭૫ ૭૬૮૯૧, જયેશભાઇ કોટક

મો. ૯૪૨૬૯ ૯૬૮૪૩

(10:50 am IST)