Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મનના માલિક બનો, ગુલામ નહિઃ માધવીમા

કાલે સત્યપ્રકાશ ધ્યાન મંદિરે પૂ. માધવીમાના સાનિધ્યમાં એક દિવસીય શિબિર : કોરોનામાં ડરથી મોત થાય છે, મણિપુર ચક્ર પાવરફુલ કરતા પ્રયોગો કરોઃ વાયરસ સામે લડવાની જરૂર નથી, ઇમ્યુનિટી પાવરફુલ કરોઃ માધવીમા 'અકિલા' ની મુલાકાતે

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ઓશો સન્યાસિની માધવીમા, સ્વામી સત્યપ્રકાશજી નજરે પડે છે.

રાજકોટ તા. ર૦ :.. ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે આવતીકાલે માધવી માના સાનિધ્યમાં એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. માધવી મા આજે 'અકિલા' ની મુલાકાતે આવ્યા હતાં.

માધવીજીએ જણાવ્યું હતું કે, કોરોનામાં યુરોપ કરતા ભારતમાં મોતનું પ્રમાણ ઓછું રહ્યું છે. ભારતીયો શ્રધ્ધાવાન છે. તર્કને બદલે શ્રધ્ધાને મહત્વ આપે છે, તેથી મૃત્યુઆંક ઓછો રહ્યો છે. જે મૃત્યુ થયા છે તે મોટાભાગે ભયના કારણે થયા છે ભયની લાગણીથી મણિપુર ચક્ર દૂષિત થાય છે. આ કારણે આત્મબળ-ઇમ્યુનિટી ઘટે છે. અને રોગ હાવી થઇ જાય છે. આ માટે મનને મજબૂત રાખવું જરૂરી છે.

માધવી મા કહે છે કે, મન શ્રેષ્ઠ સેવક બની શકે છે અને સૌથી ખરાબ બોસ બની શકે છે. મન પાસે કઇ રીતે કામ લેવું એ માણસ પર આધારિત છે. મનને સેવક બનાવવાના પ્રયોગ થવા જોઇએ.

આ માટે મણિપુર ચક્રને પાવર ફૂલ કરવું પડે. કરોડરજજુ પર ડાયરેક સૂર્ય પ્રકાશ લેવાથી મણિપુર ચક્ર સક્રિય થાય છે. ઉપરાંત પીળા કલરનું ધ્યાન કરો. કપાલભાતિ પ્રાણાયામ કરો. યજ્ઞ કરો. આવા અગ્નિ પ્રયોગો શરીર-મન અને વાતાવરણને શુધ્ધ - પ્રસન્ન રાખી શકે છે.

માધવજીએ આગળ જણાવ્યું હતું કે, વાયરસ સામે લડવાને બદલે માણસે ઇમ્યુનિટી વધારવાના પ્રયોગો કરવા જોઇએ. ભારતમાં વસ્તી વધારો અટકાવવા પણ માધવી માએ સૂચન કર્યુ હતું.

મુલાકાત પ્રસંગે સત્ય પ્રકાશ સ્વામીજી તથા દિનેશભાઇ ડોડિયા (ગીત ગોવિંદ સ્વામીજી) ઉપસ્થિત રહ્યા હતાં. આવતીકાલની શિબિરમાં માધવી માના સાનિધ્યમાં નાભિ પ્રયોગ સૂફી ધ્યાન વગેરે થશે.

માધવી મા નર્મદા કિનારે અમરકંટકમાં સંવેદના જગાવતા પ્રયોગો કરાવે છે. આ પ્રયોગો પણ પાવરફૂલ છે.

આવતીકાલની શિબિર અંગે સત્ય પ્રકાશજીએ જણાવ્યું હતું કે, આગામી તા.ર૧/૭/ર૧ ને બુધવારના રોજ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર યોજેલ એક દિવસીય નિશુલ્ક ઓશો ધ્યાન શિબિરની રૂપરેખા નીચે પ્રમાણે છે. સવારે ૬ થી ૭ સક્રિય (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી એક પણ દિવસ ચુકયા વગર સામુહિકમાં દરરોજ નિયમીત કરવામા઼ આવે છે.) સવારે ૭-૧પ થી ૮ બ્રેક ફાસ્ટ, સવારે ૮-૩૦ થી ૧ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગ ગુરૂવંદનાથી શરૂ થશે. બપોરે ૧ થી ૩ મહાપ્રસાદ (હરિહર) તથા િવિશ્રામ, બપોરે ૩ થી ૮-૩૦ દરમ્યાન ઓશો વિડીયો દર્શન, સંચાલીકા સાથે પ્રશ્નોતરી, વાર્તાલાપ, વિચાર ગોષ્ઠી, સ્વામિ દેવ રાહુલનું વિશેષ પ્રવચન, ઓશોના સુફિ દર્શન, કિર્તન ધ્યાન, નિર્વાણ ઓશો સન્યાસી દિપકસિંહ ડોડીયા (સ્વામી આત્મો પ્રહલાદ) તથા ડો. પતંજલી પાલા સાહેબ (એ.રામ) ને હૃદયાજંલી સાથે પુષ્પાજંલી સદ્દગુરૂ તુમકો પ્રણામ સાથે ઓશો સન્યાસી ગુરૂ (આઝાદ સ્વામી), તથા જેન્તીભાઇ વિદ્રોહી સ્વામી) પાલા સાહેબના સ્મરણો શેર કરશે. શિબિર સંચાલીકામાં પ્રેમ માધવીનું બહુમાન કરવામાં આવશે. શિબિર બાદ રાત્રે ૮-૩૦ વાગ્યે મહાપ્રસાદ (હરિહર) ના કાર્યક્રમનું આયોજન સરકારી ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવ્યું છે. શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી કરાવવી અત્યંત જરૂરી છે તેમજ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. જેઓએ કોરોનાની વેકસીન લીધેલ હશે તેઓને સહભાગીતા માટે અગ્રતા આપવામાં આવશે.

સહભાગીતા માટે નામ નોંધણી કરાવવા માટે તથા વિશેષ જાણકારી માટે એસ.એમ.એસ. કરવા માટે સ્વામિ સત્ય પ્રકાશ (સાદો મો.) ૯૪ર૭ર પ૪ર૭૬/સંજીવ રાઠોડ ૯૮ર૪૮ ૮૬૦૯૦ (વોટસઅપ) 

(3:49 pm IST)