Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજવી પરિવારની માધાપરની જમીનના ટેક્ષમાં હવે ર૭મીએ સુનાવણી : તકરારી આવો જ એક કેસ સીટી પ્રાંત-૧માં ચાલુ

માધાંતાસિંહે પોતાના બેન અંબાલિકાદેવીનું નામ કમી કરવા કાચી નોંધ પડાવતા બેને પોતાની હકકનો દાવો કર્યો : સીટી પ્રાંત-૧માં એગ્રીકલ્ચર લેન્ડ લિલીક એકટનો કેસમાં એકમાં સુનાવણી બાદ હાલ સ્થિતિ જેસે થૈ

રાજકોટ તા.ર૦ : રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના પુત્રી અંબાલિકા દેવીએ પોતાનાભાઇ અને રાજકોટના વર્તમાન ઠાકોર માંધાતાસિંહ જાડેજા સામે સ્થાવર મિલ્કત મુદે પોતાના એડવોકેટ મારફત કાચી નોંધ સામે પોતાના હકકનો દાવો કર્યો હતો, તે કેસમાં ગઇકાલે સીટી પ્રાંત-ર શ્રી ચરણસિંહ ગોહિલ સમક્ષ સુનાવણી હાથ ધરાઇ હતી, બંને પક્ષની દલીલો બાદ આ ચકચારી તકરારી નોંધના કેસમાં આગામી તા.ર૭મીના મંગળવારે સુનાવણી હાથ ધરાયાનું સીટી પ્રાંત કચેરી-રના સુત્રોએ ઉમેર્યુ હતુ.

માધાપરની આ વિસ્તારનીજમીનનો આ કેસ હોવાનું અને ઠાકોર માંધાતાસિંહે પોતાના બેન અંબાલિકા દેવી પુષ્પેન્દ્રસિંહ (પપ૧-સિવીલ લાઇન ઝાંસી)નું નામ કમી કરવા કાચી નોંધ પડાવતા સીટી પ્રાંત-ર એ સુનાવણી હાથ ધરવા નોટીસો કાઢી હતી, આ નોટીસથી ચોંકી ઉઠેલા અંબાલિકા દેવીએ પોતાના એડવોકેટ મારફત કાચી નોંધ સામે વાંધો લઇ પોતાનો હકક ઉઠાવ્યો હતો અને ચરણસિંહ સમક્ષ વાંધો રજૂ કર્યો હતો, સામે પક્ષે માધાંતાસિંહના એડવોકેટ દ્વારા પણ દલીલો થઇ હતી, હજુ બંને પક્ષની સાબીતી બાકી હોય જમીનની માલિકી નકકી ન થઇ હોય, આ કેસમાં મુદત પણ છે અને આગામી તા.ર૭મીએ વધુ સુનાવણી હાથ ધરાઇ છે.

દરમિયાન આવો જ એક  તકરારી નોંધના કેસમાં સીટી પ્રાંત-૧માં ચાલુ હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં અંબાલિકા દેવીએ ગત તા.૩૧-૭-ર૦ર૦ના રોજ પોતાના ભાઇ-બહેનો વિરૂધ્ધ પુર્વ મામલતદાર સમક્ષ વાંધા અરજી આપી હતી, રાજકોટ રેવન્યુના જુદા જુદા સર્વેમાં ગામ નમુના નં.૬ની જે વારસાઇ નોંધો ગત તા.૩૦ જૂન ર૦ર૦ના રોજ થઇ હતી, અને તેની ૧૩પ-ડી ની નોટીસને અનુલક્ષીને અંબાલિકા દેવીએ વાંધા અરજી આપી હતી. આ પછી આ કેસ તકરારી રજીસ્ટરે સામેલ લઇ ચલાવવામાં આવ્યા હતા, આ કેસ જમીનના એગ્રીકલ્ચર લેન્ડ ગ્રેબીંગ એકટના કેસોમાં યુનિટો નકકી થાય તે સામે વાંધાઓ આવતા હાલ આ કેસ સીટી પ્રાંત-૧ સમક્ષ ચાલુ છે જેમાં એક વખત સુનાવણી થઇ હતી, બાદમાં હાલ સ્થિતિ જેમની તેમ હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:15 pm IST)