Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

લાખોની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલ આરોપીનો હાઇકોર્ટ દ્વારા જામીન પર છૂટકારો

રાજકોટ,તા. ૨૦: બનાસકાઠાના આગથરા પોલીસ સ્ટેશનના નારકોટીકસ ડ્રગ પદાર્થે અધિનિયમની કલમો મુજબની ફરિયાદ ૪/૧૧/૨૦ના રોજ નોંધવામાં આવેલ હતી અને જે સબબ એક મહિલા સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ થત આરોપી અફરોજ ફરીન ઇલીયાસભાઇ આરબીયાણીએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા અદાલતે અરજી મંજુર કરી હતી.

આ બાબતે આરોપીઓને પુછતા આ પદાર્થ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ હોવાનું જણાવેલ અને પોતાની પાસે આ પદાર્થ રાખવા માટે પાસ પરમીટ ન હોવાના કારણે એફ.એસ.એલ અધિકારીને બોલાવી તપાસ કરતા આ પદાર્થ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ હોવાનું જાણવા મળેલ હતુ અને આ પાંચેય આરોપીઓ સાથે મળી આ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનો ધંધો કરતા હોવાનું જણાવેલ હતું. અને આ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સનું વજન કરતા ૪૯.૭૪૦ કે જેની કિંમત રૂ. ૪,૯૮,૪૦૦ ગણી કબજે લેવામાં આવેલ હતું. અને પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ તેઓ રાજસ્થાનના સાંચોરના રવી નામના ઇસમ પાસેથી લાવેલ હોવાનું પણ જણાવેલ હોય કુલ છ આરોપીઓ સામે હાલની ફરિયાદ નોંધવામાં આવેલ હતી. જેથી આરોપીઓની અટક કરી દીયોદરની કોર્ટમાં રજુ કરતા રીમાન્ડ સમય પુર્ણ થયા બાદ આરોપીઓને પાલનપુર જીલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવેલ હતા.

આરોપીની અટક થયા બાદ અને ચાર્જશીટ થઇ જતા આરોપી અફરોજ ફરીન ઇલીયાસભાઇ આરબીયાણીએ પોતાના એડવોકેટ શ્રી મારફત જામીન મુકત થવા માટે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જામીન મુકત થવા માટે જામીન અરજી કરેલ હતી. જે અન્વયે આરોપી વતી રોકાયેલ એડવોકેટશ્રીએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી હાઇકોર્ટ દ્વારા આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપી વતી રાજકોટના એકવોકેટ શ્રી રણજીત એમ.પટગીર તેમજ ગુજરાત હાઇકોર્ટમા સાહીસ્તાબેન એસ. ખોખર, તેમજ મોહમદઝેઇદ આઇ. સૈયદ રોકાયેલ હતા.

(3:15 pm IST)