Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

રાજકોટ જિલ્લાના ૧૭ ડેમોમાં સરેરાશ ૨૦ ટકા પાણીનો જીવંત જથ્થો : ૨ થી ૮ ઇંચ વરસાદ

રાજકોટ તા. ૨૦ : રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ભાદર ડેમમાં મોસમનો કુલ વરસાદ ૫૮ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૭.૨૦ ફૂટ (૨૦.૩૫ %), મોજ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૨૬૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૨૪.૭૦ ફૂટ (૧૬.૯૦%), ફોફળ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૮૬ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૫.૨૦ ફૂટ (૧૨.૩૮%), વેણુ -૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૩૮ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૧ ફૂટ (૪૭.૫૪%), આજી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૩૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૪.૮૦ ફૂટ (૨૫.૭૦%), આજી – ૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૯૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૨૮.૪૦ ફૂટ (૮૮.૯૩%), આજી - ૩ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૬૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૫.૪૦ ફૂટ (૩૪.૨૮%),  સોડવદર મોસમનો કુલ વરસાદ ૧૪૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ફૂટ ૫.૯૦ ફૂટ (૧૧.૩૪%), સુરવો મોસમનો કુલ વરસાદ ૧૦૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૮.૪૦ ફૂટ (૧૧.૯૯%), ગોંડલી મોસમનો કુલ વરસાદ ૭૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૬.૦ ફૂટ (૫.૭૫%), વેરી મોસમનો કુલ વરસાદ૧૬૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૫.૭૫ ફૂટ (૩૮.૭૧%), ન્યારી -૧ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૪૯ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૩.૧૯ ફૂટ (૩૦.૩૨%),  ન્યારી - ૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૫૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૮.૫૦ ફૂટ (૨૩.૫૭%), ફાડદંગબેટી મોસમનો કુલ વરસાદ ૭૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧.૬૦ ફૂટ (૧૩.૬૫%), લાલપરી મોસમનો કુલ વરસાદ ૧૪૦ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૯ ફૂટ (૩૮.૬૬%), ભાદર - ૨ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૧૧ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૫.૬૦ ફૂટ(૨૫.૪૮%), કર્ણકી મોસમનો કુલ વરસાદ ૨૧૫ મી.મી. સાથે જીવંત જળ સપાટી ૧૦.૫૦ ફૂટ (૩૪.૧૩%) સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમા સરેરાસ ૧૯.૯૭ %  પાણી પ્રવર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.

(3:13 pm IST)